
જુનાગઢ, 02 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની લાઈબ્રેરી, INFLIBNET સેન્ટર, ગાંધીનગર અને “વન નેશન વન સબસ્ક્રિપ્શન” (ONOS), ICAR ના સંયુક્ત ઉપક્રમે “રીજીયોનલ વન ડે ટ્રેનીંગ-કમ- અવેરનેશ પ્રોગ્રામ ઓન વન નેશન વન સબસ્ક્રિપ્શન (ONOS) ફોર વેસ્ટર્ન રીજીયન” અંતર્ગત યુનિવર્સિટી કક્ષાનો એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સિ ખાતે કુલપતિ ડો. વી.પી. ચોવટીયાના પ્રમુખપદે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન ડો.પી.એસ.ગોધાણી, ડો.એ.જી. પાનસુરીયા, ડો.એન.બી.જાદવ, ડો. એચ.કે. ત્રિપાઠી, ઇન-ચાર્જ-CeRA, આઈસીએઆરના પ્રતિનિધિ, ડો. કૃતિ ત્રિવેદી, વૈજ્ઞાનિક- ડી, INFLIBNET સેન્ટર;ડો. દિનેશ રંજન પ્રધાન, INFLIBNET સેન્ટર અને ડો. પી.ડી.કુમાવત, આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય, જૂકૃયુ, જૂનાગઢ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વેસ્ટર્ન ઝોનના ૨૮ થી વધુ સંસ્થાના ૧૨૦ જેટલા પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો હેતુ ઉચ્ચ શિક્ષણ તથા સંશોધન સંસ્થાના શિક્ષકો અને વૈજ્ઞાનિકને ગુણવત્તાસભર આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ્સ તથા અન્ય શૈક્ષણિક ઈ- રીસોર્સીસ સરળતાથી પ્રાપ્ત કરાવવાનો છે.
આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિવિધ મહાવિદ્યાલય તેમજ પોલીટેકનીક કોલેજના આચાર્યઓ અને વિભાગીય વડાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. તેમજ ઉપસ્થિત સર્વેનો ડો.પી.એસ.શર્મા પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ