
જામનગર, 02 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં રહેતી યુવતીને પરીક્ષામાં આવેલી કેટી જે સંદર્ભે દાદાએ મોબાઇલ ફોન ઓછો જોવાનો અને અભ્યાસમાં વધુ ધ્યાન આપવાનો ઠપકો આપતા યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળી વાડમાં ભનીમાના ચોકમાં શેરી નંબર 8 માં રહેતી પ્રીયંકાબેન હિતેશભાઈ કનખરા (19) નામની યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હોય અને ગયા વર્ષે પરીક્ષામાં કેટી આવી હોવાથી તેણીના દાદાએ પ્રિયંકાને મોબાઇલ ફોન ઓછો જોવાનું અને વાંચવામાં તથા અભ્યાસ કરવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતા પ્રિયંકાએ રવિવારે રાત્રિના 3 વાગ્યાના અરસામાં તેણીના ઘરે રસોડાની છતમાં પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગે મૃતકના પિતા હિતેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.આર. સાગઠીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt