જામનગરમાં વેપારી સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી મોબાઇલ તોડી નાખ્યો
જામનગર, 02 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના પુનિતનગર વિસ્તારમાં ધીમુ બાઈક લઇનેે જતાં વેપારી યુવાન સાથે શખ્સે ગાળાગાળી કરી મોબાઇલમાં વીડિયો ઉતારવા જતા વેપારી ઉપર લોખંડના ધારિયા વડે હુમલો કરી મોબાઇલ તોડી નાખ્યો હતો. જ્યારે કે, જામનગર શહેરના ગીરધારી મ
હુમલો


જામનગર, 02 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના પુનિતનગર વિસ્તારમાં ધીમુ બાઈક લઇનેે જતાં વેપારી યુવાન સાથે શખ્સે ગાળાગાળી કરી મોબાઇલમાં વીડિયો ઉતારવા જતા વેપારી ઉપર લોખંડના ધારિયા વડે હુમલો કરી મોબાઇલ તોડી નાખ્યો હતો.

જ્યારે કે, જામનગર શહેરના ગીરધારી મંદિર પાસે માણેકવાડી વિસ્તારમાં રીક્ષા સાઈડમાં લેવાની બાબતે બોલાચાલી કરી ત્રણ શખ્સોએ પ્રૌઢ તથા તેના પુત્ર ઉપર કડા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના જલારામનગર વિસ્તારમાં જલારામ મંદિર પાસે રહેતાં વેપારી ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જેઠવા (46) નામના યુવાન ગત્ તા.31 ના રોજ બપોરના સમયે તેના બાઈક પર પુનિતનગરમાં નવા રોડ પરથી નિરાતે ચલાવીને જતાં હતાં ત્યારે રાજવીર નામના શખ્સે આવીને બાઈક ધીમુ ચલાવવાનું કહેતાં વેપારીએ ‘હું બાઈક નિરાતે જ ચલાવુ છું’ તેમ જણાવતા શખ્સે ગાળાગાળી કરી હતી. જેથી વેપારીએ ગાળાગાળી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે લોખંડના ધારિયા વડે યુવાન ઉપર હુમલો કરવા જતાં વેપારીના મોબાઇલ ઉપર ઘા લાગતા મોબાઇલમાં નુકસાન પહોંચાડયું હતું. આ બનાવ અંગે વેપારી દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પીએસઆઈ આર બી ઠાકોર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજા બનાવમાં જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ પાસેના ગીરધારી મંદિર પાસે રહેતાં પરશોતમભાઈ પ્રાગજીભાઈ ચુડાસમા (53) નામના પ્રૌઢની રીક્ષા સાઈડમાં લેવા બાબતે વિવેક ભાવેશ જેઠવા નામના શખ્સે બાઈક પર આવી બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ વિવેકે પ્રૌઢ ઉપર કડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી ઝપાઝપી કરતો હતો ત્યારે પ્રૌઢનો પુત્ર ભાવિક અને ચિરાગ પિતાને છોડાવવા વચ્ચે પડયા હતાં. ત્યારબાદ વિવેક જેઠવા તથા ભાવેશ જેઠવા અને ચિરાગ જેઠવા નામના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પ્રૌઢને ઈજા પહોંચાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande