અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ
પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ઐતિહાસિક, ધાર્મિક અને કુદરતી પ્રવાસન સ્થળોના સુનિયોજિત વિકાસ તેમજ પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી કરવાના હેતુથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે
વન અને  પર્યાવરણ મંત્રીની  ઉપસ્થિતિમાં જિલ્લા  પ્રવાસન  વિકાસ  સોસાયટીની  ગવર્નિંગ  કાઉન્સિલની  બેઠક  યોજાઈ.


વન અને  પર્યાવરણ મંત્રીની  ઉપસ્થિતિમાં જિલ્લા  પ્રવાસન  વિકાસ  સોસાયટીની  ગવર્નિંગ  કાઉન્સિલની  બેઠક  યોજાઈ.


વન અને  પર્યાવરણ મંત્રીની  ઉપસ્થિતિમાં જિલ્લા  પ્રવાસન  વિકાસ  સોસાયટીની  ગવર્નિંગ  કાઉન્સિલની  બેઠક  યોજાઈ.


પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ઐતિહાસિક, ધાર્મિક અને કુદરતી પ્રવાસન સ્થળોના

સુનિયોજિત વિકાસ તેમજ પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી કરવાના હેતુથી વન અને પર્યાવરણ

મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રવાસન વિકાસ

સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં પોરબંદર બીચફ્રન્ટના વિકાસ, ઓડદરની પ્રાચીન ગુફાઓના વિકાસ અને તેના

વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટ,ભોજેશ્વર મંદિર તેમજ સુદામા મંદિરમાં પ્રવાસીઓ માટે જરૂરી પ્રાથમિક

સુવિધાઓ ઊભી કરવા અને જાળવણી સહિતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત

ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મંત્રીએ પોરબંદર જિલ્લાના પ્રવાસન સ્થળોને વધુ

સુવિધાસભર, સ્વચ્છ અને આકર્ષક બનાવવા, સ્થાનિક ઐતિહાસિક તથા ધાર્મિક વારસાનું

જતન અને સંવર્ધન કરવા તેમજ પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન

અને સૂચનો આપ્યાં હતાં.

વધુમાં મંત્રીએ પ્રવાસન વિકાસનાં આયોજનો

સમયમર્યાદામાં પૂર્ણ થાય અને સંબંધિત વિભાગો વચ્ચે સુદૃઢ સંકલન જળવાઈ રહે તે અંગે

ભાર મૂક્યો હતો. આ ઉપરાંત,

પ્રવાસન વિકાસનાં કામોમાં બિનજરૂરી

ખર્ચ ટાળીને ઉપલબ્ધ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ મંત્રીના

સૂચનોનો અસરકારક અમલ કરી પ્રવાસન વિકાસનાં કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ

જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત, બીચફ્રન્ટના વિકાસ અંગે સંબંધિત એજન્સી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ

કરવામાં આવ્યું હતું, જેમાં બીચફ્રન્ટની વર્તમાન સ્થિતિ, ભાવિ વિકાસ આયોજન અને પ્રવાસન

પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તે માટેના વિવિધ પાસાઓની વિગતો રજૂ કરવામાં આવી હતી.

આ બેઠકમાં મેયર સાગર મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, પી.આઈ. આર.જે. રામ સહિત સંબંધિત

વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande