
પોરબંદર , 21 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન
આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ માટે
અંડર-14 ટીમ જાહેર કરવામાં આવી છે.પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રણછોડ શિયાળ તથા સેન્ટ્રલ સિલેક્શન કમિટીના હિતેશ સોનીએ ટીમની જાહેરાત કરી હતી.
જાહેર કરાયેલી ટીમમાં અંશુસિંહ રાજપૂત, હેમપરી ચૌહાણ, માનવ વાલા, જૈનિલ પરમાર, આયુષ કક્કડ, જલરાજ જેજા, રાજવંત વિશાવડિયા, કેવલ કારાવદરા, આદિત્ય કારાવદરા, રુદ્ર બાલણ, પ્રણવ શાહ, સમર્થ મહાદેવિયા, રોનિત કોટેચા, પુષ્પેન્દ્ર શેખાવત, તેજ જાડેજા, મિહિર સોલંકી, નવઘણ ચૌહાણ, સ્ટેન બાય મેતરિયા, રુદ્ર રાઠોડ, વીર સોડા, યુવરાજ વિસાણા, માનસકુમાર યાદવ, દર્શ જાડેજા અને હર્ષિલ મોઢવાડિયાનો સમાવેશ થાય છે.
આ ખેલાડીઓ આગામી અંડર-14 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં પોરબંદર
જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ટીમની પસંદગીથી સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓમાં
ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya