ભાવનગરના ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના દરિયાકિનારે આસ્થા તો છે, પરંતુ સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીનો અભાવ
ભાવનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના કોલિયાક ખાતે આવેલું પવિત્ર અને ઐતિહાસિક નિષ્કલંક મહાદેવ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર મહત્વનું પ્રવાસન સ્થળ પણ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્ર
નિષ્કલંક મહાદેવ


ભાવનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના કોલિયાક ખાતે આવેલું પવિત્ર અને ઐતિહાસિક નિષ્કલંક મહાદેવ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર મહત્વનું પ્રવાસન સ્થળ પણ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પરિવાર સાથે ફરવા અને દર્શન કરવા આવે છે. જોકે, આ સ્થળની સુંદરતા જાળવવામાં નાગરિકોની બેદરકારી ચિંતાનો વિષય બની છે.

દરિયાકિનારે ફરવા આવતા કેટલાક લોકો પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની ખાલી બોટલો, ખાદ્ય પદાર્થોનાં પેકેટ અને અન્ય કચરો જ્યાં ત્યાં ફેંકી જાય છે. પરિણામે સ્વચ્છ અને સુંદર દરિયાકિનારો ગંદકીથી ખદબદી રહ્યો છે. એક તરફ આપણે ધાર્મિક આસ્થા સાથે અહીં દર્શન કરવા આવીએ છીએ, તો બીજી તરફ આ જ પવિત્ર સ્થળને ગંદુ કરીએ છીએ. ત્યારે સવાલ થાય છે કે શું પ્રવાસન સ્થળની સુંદરતા જાળવવાની આપણી કોઈ જવાબદારી નથી?

સ્વચ્છતા જાળવવી માત્ર સરકાર કે સફાઈ કર્મચારીઓની ફરજ નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. પ્રવાસ દરમિયાન કચરો કચરાપેટીમાં જ નાખવો અને શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જરૂરી છે. બાળકોમાં પણ નાનપણથી સ્વચ્છતાના સંસ્કાર કેળવવા જોઈએ. સ્થાનિક તંત્ર દ્વારા દરિયાકિનારે પૂરતી કચરાપેટીઓ મૂકવા, નિયમિત સફાઈ કરાવવા અને જનજાગૃતિ અભિયાન ચલાવવા જરૂરી છે.

ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર ડો.તેજસ એસ. દોશીએ નાગરિકોને નિષ્કલંક મહાદેવના દરિયાકિનારાને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિકમુક્ત રાખવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande