
ગીર સોમનાથ, 27 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ“બેટી બચાવો, બેટી પઢાઓ” યોજનાના 60 Days Special Campaign અંતર્ગત POCSO (Protection of Children from Sexual Offences) Act, 2012 તથા કિશોરીઓમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન દીકરીઓના શિક્ષણ, દીકરીઓ પ્રત્યે સમાનતા, બાળલગ્ન અટકાવવા, કિશોરીઓના આરોગ્ય, પોષણ, સ્વચ્છતા તેમજ કિશોરીઓના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીઓને શિક્ષણમાં સમાન તકો પૂરી પાડવા, સ્ત્રી-પુરુષ સમાનતા અંગે જાગૃતિ લાવવા તેમજ સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવા અંગે સમજ આપવામાં આવી હતી.
પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓના પોષણ, આરોગ્ય, આયર્નની ઉણપ (એનિમિયા), વ્યક્તિગત સ્વચ્છતા, જીવન કૌશલ્ય, આરોગ્યપ્રદ જીવનશૈલી તથા કિશોરીઓને સશક્ત બનાવવા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વધુમાં, કિશોરીઓને વિવિધ મહિલા લક્ષી યોજનાઓ, 181 અભયમ હેલ્પલાઇન, 112 હેલ્પ લાઇન, સખી વન સ્ટોપ સેન્ટર (OSC) તથા PBSC સેન્ટરની સેવાઓ અને કામગીરી અંગે માહિતગાર કરવામાં આવી હતી, જેથી જરૂરિયાતના સમયે તેઓ યોગ્ય સહાય અને માર્ગદર્શન મેળવી શકે.
કિશોરીઓને પ્રોત્સાહિત કરવા તથા દીકરીઓના શિક્ષણને પ્રાધાન્ય આપવા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત બેગ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ યોજનાઓ અને સેવાઓ અંગે જાગૃતિ લાવવા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલાઓ તથા કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન (DHEW)ના ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર (DMC), કોડીનાર PLV પ્રકાશભાઈ મકવાણા, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, PBSC કાઉન્સેલર તેમજ શાળાના ઇન્ચાર્જ આચાર્ય પઢિયાર સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં જાગૃતિ લાવી તેમને શિક્ષિત, સ્વસ્થ, આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો તેમજ સમાજમાં દીકરીઓના મહત્વ, કિશોરીઓના આરોગ્ય, બાળકોના સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ અંગે સકારાત્મક જાગૃતિ ફેલાવવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ