બોસ્ટન મેરેથોન દોડવીરો બેગ્સ અને ડી ઓલિવેરાને આંતરરાષ્ટ્રીય ફેર પ્લે એવોર્ડ મળ્યો
નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.). બોસ્ટન મેરેથાનના દોડવીરો આરોના બેગ્સ અને રોબસન ડી ઓલિવિરાને, આંતરરાષ્ટ્રીય ફેર પ્લે પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. બંને દોડવીરોએ આ વર્ષે વિશ્વ એથ્લેટિક્સની પ્લેટિનમ લેબલ રોડ રેસ દરમિયાન અન્ય એક દોડવીરની મદદ કરી
બોસ્ટન મેરેથોન દોડવીરો બેગ્સ અને ડી ઓલિવેરાને આંતરરાષ્ટ્રીય ફેર પ્લે એવોર્ડ મળ્યો


નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.). બોસ્ટન મેરેથાનના દોડવીરો આરોના બેગ્સ અને રોબસન ડી ઓલિવિરાને, આંતરરાષ્ટ્રીય ફેર પ્લે પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. બંને દોડવીરોએ આ વર્ષે વિશ્વ એથ્લેટિક્સની પ્લેટિનમ લેબલ રોડ રેસ દરમિયાન અન્ય એક દોડવીરની મદદ કરી તેને દોડ પૂરી કરવામાં સહયોગ આપ્યો હતો. તેમના આ નિસ્વાર્થ કાર્ય માટે તેમને આ સમાન આપવામાં આવ્યો છે. વિશ્વ એથ્લેટિક્સ દ્વારા ગુરુવારે આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ફેર પ્લે સમિતિ (સીઆઈએફપી) એ, વિશ્વ એથ્લેટિક્સ સાથે ભાગીદારીમાં દુનિયાભરના રમતગમતના પ્રશંસકોને એવા ક્ષણોના નામકરણ માટે આમંત્રિત કર્યા હતા, જે રમતગમતની ભાવના અને નિષ્પક્ષ રમતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય. તેનો ઉદ્દેશ્ય કોઈ એક ઉત્કૃષ્ટ ખેલાડી અથવા ખાસ ક્ષણને સન્માનિત કરવાનો હતો.

નામાંકનોની સમીક્ષા માટે એક નિર્ણાયક મંડળની રચના કરવામાં આવી હતી. આ પછી વિશ્વ એથ્લેટિક્સના સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા પ્રશંસકોએ પસંદ કરેલી ક્ષણોમાંથી તે પળ માટે મતદાન કર્યું હતું, જેને તેઓ નિષ્પક્ષ રમતની ભાવનાનું સૌથી સારું ઉદાહરણ માનતા હતા. પ્રશંસકોના મતોને નિર્ણાયક મંડળના સભ્યોના મતો સાથે જોડીને વિજેતાનો ફેંસલો કરવામાં આવ્યો હતો. આમાં બોસ્ટનમાં બેગ્સ અને ડી ઓલિવિરા દ્વારા અજય હરિદાસેની મદદ કરવા વાળી ક્ષણને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી.

હરિદાસે દોડ દરમિયાન પડી ગયા હતા અને ઊભા થઈ શકતા ન હતા. સૌથી પહેલા બેગ્સ રોકાઈને તેમને જમીન પરથી ઊંચા કર્યા હતા. હરિદાસેને હજી પણ પોતાના પગ પર ઊભા રહેવામાં મુશ્કેલી થઈ રહી હતી. આવી સ્થિતિમાં ડી ઓલિવિરા પણ મદદ માટે આગળ આવ્યા હતા. બંનેએ હરિદાસેને પોતાની બાહોનો સહારો આપ્યો અને તેમને ફિનિશ લાઇન સુધી પહોંચાડ્યા હતા. આ મદદ માટે બંનેએ પોતાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સમય મેળવવાની તક પણ જતી કરી હતી.

બેગ્સએ જણાવ્યું કે, “આ પુરસ્કાર જીતવો મારા માટે અવિશ્વસનીય છે. જ્યારે અમને પહેલીવાર નામાંકન વિશે ખબર પડી, ત્યારે મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે અમે આ જીતીશું. આપણો મુકાબલો વિશ્વસ્તરીય શીર્ષ ખેલાડીઓ સાથે હતો. જો કે આ પુરસ્કાર રોબસન અને મને મળી રહ્યો છે, પરંતુ તેનો શ્રેય અજયને પણ આપવો જોઈએ. જે ક્ષણે હું તેમની મદદ માટે પહોંચ્યો, તે જ સમયથી મેરેથાન પૂરી કરવા માટે તેમનો દ્રઢ સંકલ્પ અને સાહસ અદભુત હતું. જ્યારે હું અજયની મદદ માટે ગયો, ત્યારે આ સ્વાભાવિક પ્રતિક્રિયા હતી. મેં કંઈપણ વિચાર્યા વગર તેમની મદદ માટે દોટ લગાવી દીધી હતી. તે ક્ષણે મને બસ એટલું જ ખબર હતી કે મારે મારા સહયોગી ધાવકની મદદ કરવાની છે. મારું માનવું છે કે આ સારી પરવરિશ અને જીવનના અનુભવોમાંથી આવે છે. આમાં બ્રિટિશ સેનાના મૂલ્યો અને ધોરણો પણ સામેલ છે. તેથી તેનો શ્રેય મારા પરિવાર અને મારા જીવન સાથે જોડાયેલા લોકોને જાય છે.”

ત્રણ અજાણ્યા, ત્રણ અલગ-અલગ મહાદ્વીપ અને હવે આજીવન મિત્રો

ડી ઓલિવિરાએ પણ બેગ્સની વાત સાથે સહમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું, “તે દોડ દરમિયાન મને ખબર હતી કે હું એકલા આ નહીં કરી શકીશ. પરંતુ જ્યારે મેં આરૉનને જોયો, જ્યાં સુધી મારી શ્રેષ્ઠ સમય ગુમાવવાની વાત છે, તો હું જાણતો હતો કે સમય માત્ર એક સંખ્યા છે. તે ક્ષણે સહાનુભૂતિ બતાવવી અને અજયની મદદ કરવી જ સાચું કામ હતું. અજય પણ એટલા જ શ્રેયના હકદાર હૈં (હકદાર છે). તેમણે તે દિવસે અદ્ભુત તાકત અને ધૈર્ય બતાવ્યું. મૅરેથોન પૂરી કરવા માટે સંઘર્ષ કરતાં તેમણે આગળ વધતા રહેવાની તાકત મેળવી.”

વર્લ્ડ એથ્લેટિક્સના અધ્યક્ષ સેબેસ્ટિયન કોએ જણાવ્યું, “મને ખુશી છે કે આપણી રમત નિષ્પક્ષ રમત અને પરસ્પર સદ્ભાવનાની આવી સાર્વજનિક ક્ષણોને સતત માન્યતા આપી રહી છે. પોતાની જ દોડના પ્રયાસોની અસરો સામેઝઝૂમતાં અન્ય કોઈ ધાવકની આ રીતે મદદ કરવી એ સાચી રમતભાવનાની ઓળખ છે.”

ઇન્ટરનેશનલ ફેયર પ્લે કમિટીના અધ્યક્ષ સુનીલ સભરવાલે જણાવ્યું, “રમત એવા લોકોની ઉજવણી કરે છે, જેઓ માનવીય પ્રદર્શનની સીમાઓને આગળ વધારે છે. નિષ્પક્ષ રમત એવા લોકોનું સન્માન કરે છે, જેઓ માનવીય વ્યવહારના ધોરણોને ઊંચા લાવે છે. વર્ષ 2003થી વર્લ્ડ એથ્લેટિક્સ સાથેની આપણી ભાગીદારી એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ બંનેને તેમનું યોગ્ય સન્માન મળે. અમે આ વર્ષના અસાધારણ નામાંકિત લોકોની પ્રશંસા કરીએ છીએ અને વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.”

ઇન્ટરનેશનલ ફેયર પ્લે કમિટી ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. તેની સ્થાપના 1963માં યુનેસ્કો અને પ્રમુખ આંતરરાષ્ટ્રીય રમત શાસન સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. છ દાયકાઓથી વધુ સમયથી આ સમિતિ રમત નૈતિકતાના વૈશ્વિક સંરક્ષક તરીકે કામ કરી રહી છે. તે એવા લોકોને સન્માનિત કરે છે, જેઓ ગમે તે કિંમતે વિજય મેળવવાને બદલે ઈમાનદારી અને માનવીય ભાવનાને પ્રાથમિકતા આપે છે.

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રએ 19 મેના રોજ વિશ્વ ફેયર પ્લે દિવસ જાહેર કર્યો છે. પોતાના પ્રતિષ્ઠિત વિશ્વ ફેયર પ્લે પુરસ્કારો અને વૈશ્વિક શૈક્ષણિક પહેલોના માધ્યમથી સમિતિ એ સુનિશ્ચિત કરે છે કે રમતના મૂળભૂત મૂલ્યો—સન્માન, મિત્રતા અને નિષ્પક્ષ રમત—આગામી પેઢીઓ માટે સુરક્ષિત રહે.

વર્લ્ડ એથ્લેટિક્સ સાથે સમિતિનું પહેલું સહયોગ વર્ષ 2003માં પેરિસમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન થયો હતો. ત્યારથી અત્યાર સુધી કુલ 13 પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande