જિમ્મી શેરગિલ અને પ્રનૂતન બહલની- 'પ્યાદે'નું ટ્રેલર રિલીઝ, કહાનીની ઝાંખી સામે આવી
મુંબઈ, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) અભિનેતા જિમ્મી શેરગિલ અને પ્રનૂતન બહલની આગામી ફિલ્મ ''પ્યાદે'' નું ટ્રેલર, મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું. શાઇનિંગ મૂન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર બંને મુ
ફિલ્મ


મુંબઈ, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) અભિનેતા જિમ્મી શેરગિલ અને પ્રનૂતન બહલની આગામી ફિલ્મ 'પ્યાદે' નું ટ્રેલર, મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું. શાઇનિંગ મૂન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર બંને મુખ્ય કલાકારોની સાથે લેખક-દિગ્દર્શક શેખર એસ. ઝા અને નિર્માતા રિંકુ સિંહ પણ ઉપસ્થિત રહ્યા. ટ્રેલરમાં ફિલ્મના પાત્રો અને તેમની દુનિયાની ઝલક જોવા મળી. જોકે, વાર્તાના અનેક પાસાઓને હજુ પડદા પાછળ રાખવામાં આવ્યા છે.

ટ્રેલરમાં જિમ્મી શેરગિલ તેમના પરિચિત દમદાર અંદાજમાં નજરે પડી રહ્યા છે, જ્યારે પ્રનૂતન બહલ તેમના પાત્ર દ્વારા કહાનીમાં અલગ રંગ ઉમેરતી નજરે પડે છે. જિમ્મીએ કહ્યું કે, 'પ્યાદે' તેમના માટે ખાસ અનુભવ રહ્યો છે અને આ ફિલ્મે તેમને એક અલગ પ્રકારનું પાત્ર ભજવવાની તક આપી છે. વળી, પ્રનૂતને જિમ્મી સાથે કામ કરવાને શીખવાની સારી તક ગણાવી. તેમણે કહ્યું કે, આ ભૂમિકાએ તેમને એક અભિનેત્રી તરીકે પોતાના નવા પાસાને સમજવાની તક આપી છે.

દિગ્દર્શક શેખર એસ. ઝાએ જણાવ્યું કે, આ કહાની તેમના દિલની નજીક રહી છે અને તેને મોટા પડદા પર ઉતારવી તેમના માટે ખાસ અનુભવ છે. તેમણે જિમ્મી અને પ્રનૂતનના અભિનયના વખાણ કરતા આખી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. નિર્માતા રિંકુ સિંહના મતે, ફિલ્મ બનાવવામાં આખી ટીમે મહેનત અને જુસ્સા સાથે કામ કર્યું છે. ટ્રેલર રિલીઝની સાથે ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande