જામનગર એસીબી દ્વારા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’ અંતર્ગત વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શન અપાયું
ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ માટે એરફોર્સ સ્કૂલ, ન્યૂ સ્કૂલ અને સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) જામનગર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’ નિમિત્તે વિ
શાળાના વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શન


- ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ માટે એરફોર્સ સ્કૂલ, ન્યૂ સ્કૂલ અને સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) જામનગર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’ નિમિત્તે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાન અંતર્ગત રમતગમત, નિબંધ સ્પર્ધા અને એસીબી કચેરીની શૈક્ષણિક મુલાકાત યોજીને વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર સામે લડવાની અને ફરિયાદ નોંધાવવાની પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જામનગર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓમાં રમતગમત, સર્જનાત્મકતા અને ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ કેળવવાના હેતુસર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની એરફોર્સ સ્કૂલ ખાતે રમતગમતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જ્યારે ન્યૂ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું હતું.

આ ઉપરાંત સજુબા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીનીઓએ રેલીના માધ્યમથી એસીબી કચેરી ખાતે પહોંચીને કચેરીની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને એસીબીની કામગીરી, ભ્રષ્ટાચાર સામે કરવામાં આવતી કાયદાકીય કાર્યવાહી તથા નાગરિકોની જવાબદારી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ વિદ્યાર્થીનીઓને ભ્રષ્ટાચાર સામે જાગૃત રહેવા અને આવી કોઈ ઘટના ધ્યાને આવે તો યોગ્ય માધ્યમથી ફરિયાદ કરવા પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ કરવા માટે એસીબીના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1064 અંગે પણ માહિતગાર કરવામાં આવી હતી. આમ, જામનગર એસીબી દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ અંતર્ગત યોજાયેલા વિવિધ રચનાત્મક કાર્યક્રમો મારફતે યુવા પેઢી અને વિદ્યાર્થીઓમાં ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande