પોરબંદરના બીલેશ્વર ગામે જુગાર રમી રહેલ પાંચ શખ્સો ઝડપાયા
પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બિલેશ્વર ગામે જાહેરમા ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી પાંચ જેટલ શખ્સોને ઝડપી લીધા હતા અને રૂ.3500નો મુદામાલ કબ્જે કર્યો હતો. બિલેશ્વર ગામે ઘૂણા પાસે જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધાર
પોરબંદરના બીલેશ્વર ગામે જુગાર રમી રહેલ પાંચ શખ્સો ઝડપાયા


પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બિલેશ્વર ગામે જાહેરમા ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી પાંચ જેટલ શખ્સોને ઝડપી લીધા હતા અને રૂ.3500નો મુદામાલ કબ્જે કર્યો હતો. બિલેશ્વર ગામે ઘૂણા પાસે જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડી

જુગાર રમી રહેલા ભાવેશ ઉર્ફે પ્રવિણ અશોક ધરમાર, બાબુ ભીમા ગોહિલ,પુંજા અરભમ કારાવદરા,રમેશ પોલા લુંદરીયા અને રમેશ રાજશી પરમારને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.3500નો મુદામલ કબ્જે કરી તેમની સામે જુગારધારાની કલમ હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધવામા આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande