જૂનાગઢ ખાતે યોજાયેલા આયુષ મેળો-2026 માં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર - પ્રકૃતિ પરીક્ષણ સ્ટોલ
જૂનાગઢ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : આયુર્વેદ એ માત્ર રોગની સારવાર નથી, પરંતુ જીવન જીવવાનું વિજ્ઞાન છે.જૂનાગઢ ખાતે યોજાયેલા ‘આયુષ મેળો-૨૦૨૬’ માં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ‘પ્રકૃતિ પરીક્ષણ’ સ્ટોલ રહ્યો હતો. જ્યાં નિષ્ણાત આયુર્વેદિક તબીબો દ્વારા મુલાકાત
જૂનાગઢ ખાતે યોજાયેલા આયુષ મેળો-૨૦૨૬


જૂનાગઢ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : આયુર્વેદ એ માત્ર રોગની સારવાર નથી, પરંતુ જીવન જીવવાનું વિજ્ઞાન છે.જૂનાગઢ ખાતે યોજાયેલા ‘આયુષ મેળો-૨૦૨૬’ માં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ‘પ્રકૃતિ પરીક્ષણ’ સ્ટોલ રહ્યો હતો. જ્યાં નિષ્ણાત આયુર્વેદિક તબીબો દ્વારા મુલાકાતીઓના શરીરના બંધારણ એટલે કે વાત, પિત્ત અને કફના સંતુલનનું પરીક્ષણ કરી તેમને વ્યક્તિગત સ્વાસ્થ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ મેળાનું મુખ્ય આકર્ષણ ‘પ્રકૃતિ પરીક્ષણ’ છે, જેને સામાન્ય ભાષામાં શરીરની ‘તાસીર’ કહેવામાં આવે છે. ઋષિમુનિઓએ માનવ શરીરને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વિભાજિત કર્યું છે: વાત, પિત્ત અને કફ.

આયુર્વેદીક કોલેજ ખાતે એસોસીએટ પ્રોફસર તરીકે ફરજ બજાવતા એમ.ડી (આયુ) ડો. રૂપેશ વાઢેર આ અંગે જણાવ્યુ હતુ કે, આ પ્રકૃતિ જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જ નક્કી થઈ જાય છે.આયુષ મેળામાં આવનાર મુલાકાતીઓને તેમની પ્રકૃતિ ઓળખવામાં મદદ કરવામાં આવશે, જેથી તેઓ સમજી શકે કે કયા પ્રકારની પ્રકૃતિ ધરાવતી વ્યક્તિએ કેવો આહાર લેવો જોઈએ અને શું ટાળવું જોઈએ.

આયુર્વેદની વ્યાખ્યા મુજબ, જે જીવન માટે હિતકારી અને અહિતકારી છે તેનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે આયુર્વેદ.આ મેળામાં ઋષિઓના વચનો મુજબ આહારના નિયમો સમજાવવામાં આવ્યા છે, જેમ કે વાત પ્રકૃતિવાળા વ્યક્તિએ વટાણા જેવો ખોરાક ટાળવો જોઈએ. જો વ્યક્તિ પોતાની તાસીર વિરુદ્ધનો આહાર લે છે, તો તેને એલર્જી, અપચો, ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર, વજન વધવું કે આળસ જેવા વિવિધ વિકારો થઈ શકે છે. આ માર્ગનું પાલન કરવાથી વ્યક્તિ ગંભીર રોગોથી બચી શકે છે અને રોગ થાય તો તેનું સચોટ નિદાન પણ શક્ય બને છે.

આયુર્વેદ માત્ર પરંપરા નથી પરંતુ એક ગહન વિજ્ઞાન છે, જેનો સંબંધ આધુનિક સાયન્સના ડીએનએ (DNA) અને ક્રોમોઝોમ સાથે છે.તેમણે ઉમેર્યુ હતુ કે, આપણું શરીર પંચમહાભૂત અને કોષો (Cells) થી બનેલું છે, જેમાં રહેલી જિનેટિક માહિતી જ ખરેખર આપણી ‘તાસીર’ છે.ઋષિમુનિઓએ આ મૂળભૂત માહિતીના આધારે જ સ્વાસ્થ્યના નિયમો આપ્યા છે. આ મેળામાં આયુર્વેદના આ વૈજ્ઞાનિક પાસાને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે, જેથી યુવા પેઢી આયુર્વેદના સાચા મહત્વને સમજી શકે.

તેમણે જૂનાગઢના લોકોને આ મેળાની મુલાકાત લેવા, પોતાની પ્રકૃતિ વિશે જાણકારી મેળવે અને આયુર્વેદિક જ્ઞાનને અનુસરીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ માટે. અપીલ પણ કરી હતી.

આયુર્વેદના મતે જો વ્યક્તિ પોતાની પ્રકૃતિ જાણી લે અને તે મુજબ પોતાની દિનચર્યા તેમજ ઋતુચર્યા ગોઠવે, તો તે ક્યારેય બીમાર પડતો નથી. જૂનાગઢનો આ આયુષ મેળો નાગરિકોને પોતાની 'સ્વ પ્રકૃતિ' ઓળખવાની તક પૂરી પાડી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande