

મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરવા ગામની જયાબેન ધીરજભાઈ પટેલ ગ્રામ્ય મહિલા ઉદ્યોગ સાહસિકતાનું પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. માત્ર 1 વર્ષ પહેલા નાની શરૂઆત કરનાર જયાબેન આજે સરકારી, અર્ધસરકારી અને ખાનગી ક્ષેત્રમાં મળીને અંદાજે 15 સ્ટોલ સફળતાપૂર્વક સંચાલિત કરી રહી છે.
તેમના ખાખરાની ખાસિયત 12 અલગ અલગ ફ્લેવરમાં છે, જેમાં પાણીપુરી, પીઝા, પેરી પેરી, મેગી, કાચી કેરી, મેથી, સાદા અને ચાટ મસાલા જેવા સ્વાદનો સમાવેશ થાય છે. તેઓ ₹100 ના 500 gm ના ભાવે ખાખરા વેચે છે. ગુણવત્તા જાળવવા માટે મસાલા ઘરે જ તૈયાર કરવામાં આવે છે, લોટ મિનરલ વોટરથી બાંધવામાં આવે છે અને ખાખરા ત્રણવાર શેકવામાં આવે છે.
જયાબેન જણાવે છે કે પહેલા ગ્રાહકોને ખાખરા ચખાડવાથી વેચાણ વધે છે. વિસનગરમાં ચાલતા સ્વદેશી મેળામાં તેમણે એક જ દિવસમાં 150 થી વધુ પેકેટ વેચ્યા હતા.
તેમના એક સ્ટોલમાં અંદાજે ₹1.5 લાખનું વેચાણ થઈ ₹35,000 થી ₹36,000 સુધીનો નફો મળ્યો હતો. આજે તેઓ આર્થિક રીતે સ્વાવલંબન બની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR