સિદ્ધપુરમાં હોળી પર્વે હાયડાની પરંપરા વચ્ચે ઘટતી માંગ
મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : હોળી-ધૂળેટીના પર્વને લઈને સિદ્ધપુર શહેરના બજારોમાં પરંપરાગત હાયડા તૈયાર થઈ રહ્યા છે. ખાંડમાંથી બનતી આ વિશેષ મીઠાઈ ખાસ કરીને પરિવારમાં પ્રથમ બાળકના જન્મ પ્રસંગે યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાં વપરાય છે. વર્ષોથી વહેવાર તર
સિદ્ધપુરમાં હોળી પર્વે હાયડાની પરંપરા વચ્ચે ઘટતી માંગ


મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : હોળી-ધૂળેટીના પર્વને લઈને સિદ્ધપુર શહેરના બજારોમાં પરંપરાગત હાયડા તૈયાર થઈ રહ્યા છે. ખાંડમાંથી બનતી આ વિશેષ મીઠાઈ ખાસ કરીને પરિવારમાં પ્રથમ બાળકના જન્મ પ્રસંગે યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાં વપરાય છે. વર્ષોથી વહેવાર તરીકે હાયડા આપવાની પ્રથા ચાલતી આવી છે અને હોળી જેવા આનંદના પર્વ સાથે તેનો નાતો જોડાયેલો છે.

એક સમય હતો જ્યારે હોળી પહેલાં બજારોમાં હાયડાના હાર લટકતા જોવા મળતા અને ખરીદદારોની ભીડ જામતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેની માંગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. લોકો હવે પરંપરાગત હાયડા કરતાં આધુનિક મીઠાઈઓ અને ગિફ્ટ પેક તરફ વધુ વળતા થયા છે, જેના કારણે બજારમાં તેનો ક્રેઝ સામાન્ય રીતે ઓછો જોવા મળે છે.

આ વર્ષે કેટલાક વેપારીઓએ હાયડામાં નવીનતા લાવી ડ્રાયફ્રૂટ્સ અને સ્વાદિષ્ટ ઘટકો ઉમેર્યા છે, જેથી ગ્રાહકોને આકર્ષી શકાય. હાયડાના ભાવ 30 રૂપિયાથી 300 રૂપિયા સુધી જોવા મળે છે. માંગ ઘટી હોવા છતાં કેટલાક પરિવારો આ પરંપરાને જાળવી રાખી હાયડાની મીઠાશથી હોળી પર્વને ઉજવણી કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande