પોરબંદરની સરકારી હોસ્પિટલની બેદરકારી આવી સામે, શ્વાને દર્દીને બચકું ભર્યું
પોરબંદર, 04 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લાકક્ષાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ધણીધરી વગરની હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. અહિ દર્દીઓના વોર્ડમા શ્વાનના આંટાફેરા જોવા મળ્યા હતા તો ગઈકાલે દર્દીના એક સગાને શ્વાને બચકા ભરી લીધા હતા. રાત્રીના સમયે તો
પોરબંદરની સરકારી હોસ્પિટલની બેદરકારી આવી સામે.


પોરબંદરની સરકારી હોસ્પિટલની બેદરકારી આવી સામે.


પોરબંદરની સરકારી હોસ્પિટલની બેદરકારી આવી સામે.


પોરબંદરની સરકારી હોસ્પિટલની બેદરકારી આવી સામે.


પોરબંદર, 04 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લાકક્ષાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ધણીધરી વગરની હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. અહિ દર્દીઓના વોર્ડમા શ્વાનના આંટાફેરા જોવા મળ્યા હતા તો ગઈકાલે દર્દીના એક સગાને શ્વાને બચકા ભરી લીધા હતા. રાત્રીના સમયે તો ધર્મશાળા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

હાલ શિયાળની ઋતુના કારણે દર્દીમા વધારો થતા કેટલાક વોર્ડમા બેડ ખુટી પડતા કેટલાક દર્દીઓને જમની પર ગાદલા પાથરીને સારવાર આપવામા આવતી હોય તેવ દ્રશ્યો કેમેરામા કેદ થયા હતા તો દર્દીના આરોગ્યની સારસંભાળ રાખવાની હોય તે સ્ટાફ પણ આરમ ફરમાવતો નજરે પડયો હતો સ્ટાફ રૂમના ટેબલ પર આરામ કરતા નજરે પડયા હોવાનુ કહેવાય છે પોરબંદરની સરકારી હોસ્પિટલમા મોટી સંખ્યામા દર્દીઓ સારવાર લેવા આવતા હોય તેવા સમયે અહિં તંત્રની બેદારકારી સામે આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમા ભુતકાળમા દારૂડીયાનો ત્રાસ અને ચોરીના બનાવો પણ બને છે હોસ્પિટલમા દર્દીઓની સલામતીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande