રાધનપુરની શાળામાં વિદ્યાર્થીની આંગળીમાં સળીયો ઘૂસ્યો, સારવાર મુદ્દે વિવાદ
પાટણ, 07 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નવનિર્માણ શાળામાં ધોરણ 7ના વિદ્યાર્થી ઘનશ્યામની આંગળીમાં લોખંડનો સળીયો આરપાર નીકળી જવાની ઘટના બની હતી. બપોરે લગભગ 12 વાગ્યે બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીને ભારે પીડા થતી હતી. વિદ્યાર્થીના પિતાએ
રાધનપુરની શાળામાં વિદ્યાર્થીની આંગળીમાં સળીયો ઘૂસ્યો, સારવાર મુદ્દે વિવાદ


પાટણ, 07 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નવનિર્માણ શાળામાં ધોરણ 7ના વિદ્યાર્થી ઘનશ્યામની આંગળીમાં લોખંડનો સળીયો આરપાર નીકળી જવાની ઘટના બની હતી. બપોરે લગભગ 12 વાગ્યે બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીને ભારે પીડા થતી હતી. વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો છે કે શાળાના શિક્ષકોએ સમયસર સારવાર માટે કોઈ પગલાં લીધા નહોતા અને બાળક અઢી કલાક સુધી પીડા સહન કરતો રહ્યો.

બપોરે લગભગ 2:30 વાગ્યે પિતા જગદીશભાઈને ઘટનાની જાણ થતાં તેઓ તરત શાળાએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાના પુત્રને લોહીલુહાણ હાલતમાં જોયો અને તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી. ત્યારબાદ વિદ્યાર્થીને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

આ મામલે શાળાના આચાર્યએ પિતાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે વૃક્ષોની આસપાસની જાળીના સળીયા કારણે ઘટના બની હતી. પરિવારજનોને તરત જાણ કરવામાં આવી હતી અને સળીયો કાપી 108ને જાણ પણ કરાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ શાળાની પાસે ઉપલબ્ધ હોવાનું પણ આચાર્યએ જણાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande