સુત્રાપાડામાં “પગલે પગલે આશીર્વાદ” અભિયાન અંતર્ગત 213 લોકોએ ચાલીને 6.81 લાખથી વધુ પગલાં દાન આપ્યા
ગીર સોમનાથ, 11 માર્ચ (હિ.સ.) : સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ખાસ કરીને મહિલાઓમાં કેન્સર અંગે સમયસર તપાસ થાય તે હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તા. ૨ માર્ચ ૨૦૨૬થી ૮ માર્ચ ૨૦૨૬ દરમિયા
સુત્રાપાડામાં “પગલે પગલે આશીર્વાદ” અભિયાન


ગીર સોમનાથ, 11 માર્ચ (હિ.સ.) : સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ખાસ કરીને મહિલાઓમાં કેન્સર અંગે સમયસર તપાસ થાય તે હેતુથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તા. ૨ માર્ચ ૨૦૨૬થી ૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન કોઈપણ એક દિવસ લોકો દ્વારા ચાલેલા પગલાં દાનમાં આપવા આ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન મુજબ દરેક ૫૦૦૦ પગલાં સામે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા એક બહેનનું કેન્સર ચેકઅપ નિઃશુલ્ક કરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત તા. ૦૭-૦૩-૨૦૨૬ના રોજ સુત્રાપાડામાં આશીર્વાદ ફાઉન્ડેશન અને GHCLના સંયુક્ત ઉપક્રમે VTI સંસ્થા સાથે મળીને “WFH – Walk For Health” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલ ૨૧૩ ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌએ સાથે મળીને ચાલીને કુલ ૬,૮૧,૧૩૦ પગલાં દાનમાં આપ્યા હતા, જેનાથી અનેક મહિલાઓના નિઃશુલ્ક કેન્સર ચેકઅપ માટે મહત્વપૂર્ણ સહયોગ મળશે.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં GHCL ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર જીતેન્દ્રભાઈ ભટ્ટ તથા તેમની ટીમ, VTI ટીમ અને આશીર્વાદ ફાઉન્ડેશનની ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આશીર્વાદ ફાઉન્ડેશનની કોઓર્ડિનેટર દર્શના તેરૈયા અને મનીષા વાણવી પણ ઉપસ્થિત રહી અને તેઓએ પણ ચાલીને પગલાંનું દાન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન “ચાલો ચલાવો – જિંદગી બચાવો”, “નારી શક્તિ જિંદાબાદ”, “કદમ સે કદમ બઢાએ જા – જિંદગી બચાયે જા” અને “પગલે પગલે આશીર્વાદ”

જવા ઉર્જાસભર નારાઓ સાથે લોકોમાં આરોગ્ય અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અનોખા અભિયાન દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ વધે અને વધુમાં વધુ મહિલાઓને સમયસર કેન્સર ચેકઅપની સુવિધા મળે તેવા આશય સાથે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande