ભાવનગર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની બેઠક સંપન્ન
ભાવનગર,11 માર્ચ (હિ.સ.) મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા રેલ સેવાઓ સંબંધિત સૂચનો પર ચર્ચા-વિચારણા કરવા માટે પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળમાં મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની બેઠક તા. 11 માર્ચ, 2026 (બુધવાર)ના રોજ મંડળ કાર્યાલ
ભાવનગર મંડળમાં મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર


ભાવનગર,11 માર્ચ (હિ.સ.) મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા રેલ સેવાઓ સંબંધિત સૂચનો પર ચર્ચા-વિચારણા કરવા માટે પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળમાં મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની બેઠક તા. 11 માર્ચ, 2026 (બુધવાર)ના રોજ મંડળ કાર્યાલયમાં યોજાઈ હતી.

બેઠકનો પ્રારંભ સમિતિના સચિવ તથા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યો. તેમણે ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કરતા ભાવનગર મંડળમાં અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા સ્ટેશનોની પ્રગતિ તથા પ્રસ્તાવિત મુસાફર સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી.

આ અવસરે સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર મંડળમાં ચાલી રહેલી વિવિધ વિકાસાત્મક પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટો તથા તાજેતરની સિદ્ધિઓ વિશે સભ્યોને માહિતગાર કર્યા. તેમણે જણાવ્યું કે મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને ગુણવત્તાસભર રેલ સેવાઓ પ્રદાન કરવી મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સમિતિના સભ્યો તરફથી મળતા તમામ યોગ્ય સૂચનો અને માંગણીઓ પર પ્રાથમિકતા આધારે કાર્યવાહી કરવામાં આવશે.

બેઠક દરમિયાન પાવર પ્રેઝન્ટેશન દ્વારા ભાવનગર મંડળની સિદ્ધિઓ, ચાલી રહેલા પ્રોજેક્ટો તથા મુસાફર સુવિધાઓમાં કરવામાં આવતા સુધારાઓ અંગે માહિતી આપવામાં આવી. સમિતિના સભ્યોએ તેમના પોતાના વિસ્તારો સંબંધિત રેલ સમસ્યાઓ, નવી ટ્રેનોના સંચાલન, લંબિત પ્રોજેક્ટોની વહેલી પૂર્ણતા તથા સ્ટેશનો પર મુસાફર સુવિધાઓને વધુ સુધારવા અંગે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા.

બેઠકમાં સમિતિના સભ્યો કિરણ એમ. ગાંધી (ભાવનગર), બૈજુ એસ. મહેતા (ભાવનગર), મહેન્દ્ર શાહ (ભાવનગર), ઉપેન્દ્ર જાની (ભાવનગર), પ્રદીપ એચ. દેસાઈ (ભાવનગર), પારસ સી. શાહ (ભાવનગર), ડૉ. આર.સી. ગુપ્તા (ભાવનગર), પ્રવિણસિંહ બી. ઝાલા (સુરેન્દ્રનગર), અનિષ એન. રાચ્છ (વેરાવળ), જિગ્નેશ કારિયા (પોરબંદર) તથા એસ.એ.સિંહ (અધીક્ષક ઇજનેર, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકના અંતે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ તમામ સભ્યોને તેમના કિંમતી સૂચનો અને સક્રિય સહભાગિતાને બદલ આભાર વ્યક્ત કર્યો. આ અવસરે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande