પોરબંદરમાં 12 માર્ચના ઉદ્યોગસાહસિકો માટે વિશેષ વર્કશોપનું આયોજન
પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદર દ્વારા આગામી 12 માર્ચ, 2026ને ગુરુવારના રોજ ઉદ્યોગ સાહસિકો માટે એક વિશેષ વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જીઆઈડીસી સ્થિત રસિકબાપા રોટલાવાળા સ્કૂલ ખાતે સાંજે 04:0
પોરબંદરમાં 12 માર્ચના ઉદ્યોગસાહસિકો માટે વિશેષ વર્કશોપનું આયોજન


પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદર દ્વારા આગામી 12 માર્ચ, 2026ને ગુરુવારના રોજ ઉદ્યોગ સાહસિકો માટે એક વિશેષ વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જીઆઈડીસી સ્થિત રસિકબાપા રોટલાવાળા સ્કૂલ ખાતે સાંજે 04:0પથી 06:30 કલાક દરમિયાન યોજાશે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય 'વિકસિત ગુજરાત@2047' ના લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે જરૂરી આધુનિક ટેકનોલોજી અને લીન સ્કીમ (Lean Scheme) વિશે ઉદ્યોગકારોને માહિતગાર કરવાનો છે. ખાસ કરીને મહિલા અને યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમમાં વિશેષ સત્ર રાખવામાં આવ્યું છે.

આ વર્કશોપ ઉભરતા ઉદ્યોગ સાહસિકોને તેમના પ્રોજેક્ટ્સને વેગ આપવામાં અને જિલ્લામાં ઔદ્યોગિક શક્યતાઓ વધારવામાં મદદરૂપ થશે. સ્થાનિક ઔદ્યોગિક અને વ્યાપારી સંગઠનોને આ તકનો લાભ લેવા અને સક્રિયપણે સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી છે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande