ભારતીય એરલાઇન્સ, આજે પશ્ચિમ એશિયા માટે 100 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે
નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.): દેશની એરલાઇન્સ, આજે પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ) માટે 100 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા અને તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસે કુલ 58 ફ્લાઇટ્સનું આયોજન કર્યું છે. ઇન્ડિગોએ બુધવારે જાહે
ભારતીય એરલાઇન્સ


નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.): દેશની એરલાઇન્સ, આજે પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ) માટે 100 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા અને તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસે કુલ 58 ફ્લાઇટ્સનું આયોજન કર્યું છે. ઇન્ડિગોએ બુધવારે જાહેરાત કરી હતી કે, તે ગુરુવારે કુલ 41 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. નવી એરલાઇન અકાસાએ ગુરુવારે પાંચ ભારતીય શહેરોથી જેદ્દાહ માટે ફ્લાઇટ્સનું સંચાલન કરવાની યોજનાની પણ જાહેરાત કરી હતી.

એરલાઇન્સના સત્તાવાર નિવેદનો અનુસાર, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સંયુક્ત રીતે 18 નિયમિત ફ્લાઇટ્સ અને 40 ખાસ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. નિયમિત ફ્લાઇટ્સમાંથી 10 સાઉદી અરેબિયાના જેદ્દાહ અને આઠ મસ્કત, ઓમાન માટે હશે. એર ઇન્ડિયા 12 માર્ચથી સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી મુંબઈ અને કોઝિકોડ માટે ફ્લાઇટ્સનું સંચાલન પણ શરૂ કરશે. ખાસ ફ્લાઇટ્સમાં જેદ્દાહથી દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, તે યુરોપ અને પશ્ચિમ એશિયાના કુલ નવ શહેરો માટે ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

લંડનના હીથ્રો અને એમ્સ્ટરડેમ એરપોર્ટથી યુરોપ માટે પાંચ ફ્લાઇટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ એશિયામાં, મદીના, જેદ્દાહ, મસ્કત, અબુ ધાબી, શારજાહ, દુબઈ, રાસ અલ-ખૈમાહ અને ફુજૈરાહ માટે ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અકાસા અનુસાર, જેદ્દાહથી અમદાવાદ, કોચી, કોઝિકોડ, મુંબઈ અને બેંગલુરુ સુધીની ફ્લાઇટ્સ 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. એરલાઇન્સે જણાવ્યું હતું કે, જે મુસાફરોની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, તેઓ તેમની મુસાફરીની તારીખો ફરીથી શેડ્યૂલ કરી શકે છે અથવા વધારાના ફી વિના સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande