
નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.). બજેટ સત્રના બીજા તબક્કાના ચોથા દિવસે ગુરુવારે લોકસભામાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો, જેના કારણે સ્પીકર ઓમ બિરલાને ગૃહ શરૂ થયાના બે મિનિટ પછી જ બપોરે 12 વાગ્યા સુધી ગૃહ સ્થગિત કરવાની ફરજ પડી.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને પ્રશ્નકાળ શરૂ કરવા વિનંતી કરી, પરંતુ વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો, જેના કારણે ગૃહ સ્થગિત કરવાની ફરજ પડી.
ઉલ્લેખનીય છે કે, બુધવારે લોકસભામાં વિપક્ષ દ્વારા સ્પીકર ઓમ બિરલાને તેમના પદ પરથી દૂર કરવા માટે લાવવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા થઈ, જેને ધ્વનિ મતથી નકારી કાઢવામાં આવી.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થાય તે પહેલાં જ પાર્ટી ગૃહમાંથી વોકઆઉટ કરી ગઈ હોવાથી કોંગ્રેસ સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ