સુરતના કીમ-માંડવી રોડ પર ખુલ્લી ગટરમાં ઇકો કાર ખાબકી, બે લોકોનો આબાદ બચાવ
સુરત, 13 માર્ચ (હિ.સ.) : સુરત જિલ્લાની કીમ-માંડવી રોડ પર આવેલા બોરસરા પાટિયા નજીક એક ઇકો કાર ખુલ્લી ગટરમાં ખાબકી જવાની ઘટના બની હતી. સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. માહિતી મુજબ, માંગરોળ તાલુકાના મોટા બોરસરા તરફ જતા મ
સુરતના કીમ-માંડવી રોડ પર ખુલ્લી ગટરમાં ઇકો કાર ખાબકી, બે લોકોનો આબાદ બચાવ


સુરત, 13 માર્ચ (હિ.સ.) : સુરત જિલ્લાની કીમ-માંડવી રોડ પર આવેલા બોરસરા પાટિયા નજીક એક ઇકો કાર ખુલ્લી ગટરમાં ખાબકી જવાની ઘટના બની હતી. સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.

માહિતી મુજબ, માંગરોળ તાલુકાના મોટા બોરસરા તરફ જતા માર્ગ પર ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા કિનારે આવેલી ખુલ્લી ગટરમાં ખાબકી ગઈ હતી. અકસ્માત થતાં આસપાસ હાજર લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં હાલ માર્ગ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. રસ્તા પાસે ખુલ્લી ગટરો હોવાના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં અનેક વાહનો ખુલ્લી ગટરમાં ખાબકવાના બનાવો બન્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

થોડા દિવસો પહેલા પણ સ્ટેટ હાઈવે પર ખુલ્લી ગટરમાં કાર અને રિક્ષા ખાબકવાના બનાવો સામે આવ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિકોએ વહેલી તકે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande