ઈરાન કેલિફોર્નિયા પર ડ્રોન હુમલો કરી શકે છે, એફબીઆઈ ની ચેતવણી
સેક્રામેન્ટો (કેલિફોર્નિયા), નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.). યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ, કેલિફોર્નિયા સાથે એક આંતરિક દસ્તાવેજ શેર કર્યો છે, જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ઈરાન કોઈપણ સમયે કેલિફોર્નિયા પર ડ્રોન હુમલો કરી શકે છ
એફબીઆઈ એજન્ટ -ફાઈલ ફોટો


સેક્રામેન્ટો (કેલિફોર્નિયા), નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.). યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ, કેલિફોર્નિયા સાથે એક આંતરિક દસ્તાવેજ શેર કર્યો છે, જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ઈરાન કોઈપણ સમયે કેલિફોર્નિયા પર ડ્રોન હુમલો કરી શકે છે. ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા યુએસ-ઇઝરાયલી લશ્કરી અભિયાન વચ્ચે આવેલી આ માહિતીને અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.

સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે આ અહેવાલ પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું: જ્યારે અમને આ સમયે કોઈ નિકટવર્તી ખતરાની જાણ નથી, ત્યારે અમે અમારા રાજ્યમાં કોઈપણ કટોકટી માટે તૈયાર છીએ. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એફબીઆઈ દસ્તાવેજે સુરક્ષા ચિંતાઓ ઉભી કરી છે. જો કે, કાયદા અમલીકરણ અધિકારીઓ અને હોમલેન્ડ સિક્યુરિટી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ચેતવણી ચિંતાજનક નથી.

એફબીઆઈ ના લોસ એન્જલસ કાર્યાલયે, ગયા અઠવાડિયે સ્થાનિક કાયદા અમલીકરણ સાથે દસ્તાવેજ શેર કર્યો હોવાના અહેવાલ છે. એફબીઆઈ કહે છે કે, આ માહિતીની ચકાસણી કરવામાં આવી નથી, તેથી કોઈ નોંધપાત્ર ખતરો નથી. તેમ છતાં, સતર્ક રહેવાની જરૂર છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande