
નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ.) અભિનેત્રી નીના ગુપ્તા, તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફેલાતી ગર્ભાવસ્થાની અફવાઓને કારણે સમાચારમાં ચમકી હતી. 66 વર્ષીય અભિનેત્રી હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં સાદા પોશાકમાં પહોંચી હતી, જ્યાં તેણીએ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના રિસેપ્શનમાં હાજરી આપી હતી. તેના ફોટા અને વીડિયો ઓનલાઈન સામે આવ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી હોવાની અટકળો શરૂ થઈ હતી.
એક વાતચીત દરમિયાન, નીના ગુપ્તાએ આ અફવાઓનો જવાબ તેના લાક્ષણિક રમૂજથી આપ્યો. તેણીએ કહ્યું, હું ફક્ત વાસ્તવિક જીવનની 'બધાઈ હો' ઇચ્છું છું. પરંતુ એવું કંઈ નથી. હું ગર્ભવતી નથી. અભિનેત્રીએ સ્પષ્ટતા કરી કે, તેણીએ સમારંભ દરમિયાન જાડા કાપડ વાળી સાડી પહેરી હતી, જેના કારણે તેણી ફોટામાં થોડી વધારે વજનવાળી દેખાતી હતી.
સોશિયલ મીડિયાની અટકળો પર કટાક્ષ કરતા નીનાએ એમ પણ કહ્યું કે, તેણીને આ ઉંમરે તેણીની ગર્ભાવસ્થાને લગતી ચર્ચાઓ રસપ્રદ લાગે છે. તેણીના મતે આ એ પણ દર્શાવે છે કે, સમાજ ઘણા મુદ્દાઓ પર બદલાઈ રહ્યો છે. જો કે, તેણીએ સ્પષ્ટતા કરી કે, આ અફવાઓમાં કોઈ સત્ય નથી.
કામના મોરચે નીના ગુપ્તા, તાજેતરમાં 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ વધ 2 માં જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ