મહેસાણામાં મહિલા કોંગ્રેસનો એલપીજી ભાવવધારા સામે વિરોધ, કાર્યકર્તાઓનું જોરદાર પ્રદર્શન
મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લાના મેઈન બજાર વિસ્તારમાં જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા LPG સિલિન્ડરના વધતા ભાવો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનો જોડાયા
મહેસાણામાં મહિલા કોંગ્રેસનો LPG ભાવવધારા સામે વિરોધ, કાર્યકર્તાઓનો જોરદાર પ્રદર્શન


મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લાના મેઈન બજાર વિસ્તારમાં જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા LPG સિલિન્ડરના વધતા ભાવો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા, જેમણે સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ બેનરો અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરીને LPGના વધતા ભાવને લઈ સામાન્ય જનતાની મુશ્કેલીઓને ઉછેરી હતી. મહિલાઓએ જણાવ્યું કે ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થવાથી ઘરખર્ચ પર ભારે બોજ પડી રહ્યો છે અને મધ્યમ તથા ગરીબ વર્ગને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પ્રસંગે આગેવાનોએ સરકારને તાત્કાલિક ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરી હતી અને જનહિતમાં યોગ્ય પગલાં લેવા અપીલ કરી હતી. તેઓએ ચેતવણી આપી કે જો માંગણીઓ સંતોષકારક રીતે પૂરી નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિસ્તારમાં થોડીવાર માટે ચહલપહલ વધી હતી, પરંતુ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande