ડેડાણા આયુષ્માન આરોગ્ય મંદિરમાં એનકયુએએસ નેશનલ લેવલ એસેસમેન્ટ પૂર્ણ, આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન
મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામ ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરમાં નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ પૂર્ણ કરવામાં આવ્યું હતું. દિલ્હી સ્થિત એન.એચ.એસ.આર.સી (NHSRC)ની ટીમ દ
ડેડાણા આયુષ્માન આરોગ્ય મંદિરમાં NQAS નેશનલ લેવલ એસેસમેન્ટ પૂર્ણ, આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન


મહેસાણા, 17 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામ ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરમાં નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ પૂર્ણ કરવામાં આવ્યું હતું. દિલ્હી સ્થિત એન.એચ.એસ.આર.સી (NHSRC)ની ટીમ દ્વારા આ મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ એસેસમેન્ટ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, સારવારની ગુણવત્તા, દર્દીઓને આપવામાં આવતી સેવાઓ, સ્વચ્છતા અને સંચાલન વ્યવસ્થા જેવી બાબતોનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ અને ગુણવત્તાસભર બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર તેમજ બેચરાજી તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ આરોગ્ય કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરી અને ગુણવત્તા જાળવવા માટે સતત પ્રયાસો કરવા જણાવ્યું હતું.

આ NQAS એસેસમેન્ટથી ડેડાણા આરોગ્ય મંદિરની સેવાઓમાં વધુ સુધારો થશે અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande