પ્રધાનમંત્રી મોદીએ, સંસ્કૃત સુભાષિત દ્વારા હિંમત અને બહાદુરીના મહત્વને સમજાવ્યું
નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે હિંમત અને બહાદુરીના મહત્વ પર ભાર મુકીને સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે એક હિંમતવાન વ્યક્તિ પોતાની બહાદુરીથી સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે હિંમત અને બહાદુરીના મહત્વ પર ભાર મુકીને સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે એક હિંમતવાન વ્યક્તિ પોતાની બહાદુરીથી સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વીરતા અને પરાક્રમ એવી સંપત્તિ છે જે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. તેમણે કહ્યું કે, ભારતના યુવાનોની હિંમત અને આત્મવિશ્વાસ આ ભાવનાને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું:

एकेनापि हि शूरेण पादाक्रान्तं महीतलम्। क्रियते भास्करेणेव स्फारस्फुरिततेजसा ॥

આ સુભાષિતાનો અર્થ એ છે કે, જેમ સૂર્ય પોતાના તેજસ્વી કિરણોથી આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે એક હિંમતવાન અને બહાદુર વ્યક્તિ પોતાની તેજસ્વીતા, હિંમત અને કાર્યોથી આખી દુનિયાને પ્રભાવિત કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande