પોરબંદરમાં ઉદ્યોગ સાહસિકો માટે ‘બિલ્ડિંગ લિંકેજીસ: ઈન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન’ વિષય પર વર્કશોપ યોજાયો
પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદર અને જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર એસોસિએશન, ધરમપુર-પોરબંદરના સંયુક્ત ઉપક્રમે રસિકાબાપા રોટવાળા સ્કુલ જી.આઈ.ડી.સી.ખાતે ''Building Linkages: Industry Interaction - Lean Manufacturing Perspec
પોરબંદરમાં ઉદ્યોગ સાહસિકો માટે ‘બિલ્ડિંગ લિંકેજીસ: ઈન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન’ વિષય પર વર્કશોપ યોજાયો.


પોરબંદરમાં ઉદ્યોગ સાહસિકો માટે ‘બિલ્ડિંગ લિંકેજીસ: ઈન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન’ વિષય પર વર્કશોપ યોજાયો.


પોરબંદરમાં ઉદ્યોગ સાહસિકો માટે ‘બિલ્ડિંગ લિંકેજીસ: ઈન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન’ વિષય પર વર્કશોપ યોજાયો.


પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદર અને જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર એસોસિએશન, ધરમપુર-પોરબંદરના સંયુક્ત ઉપક્રમે રસિકાબાપા રોટવાળા સ્કુલ જી.આઈ.ડી.સી.ખાતે 'Building Linkages: Industry Interaction - Lean Manufacturing Perspective' વિષય પર એક વર્કશોપ યોજાયો હતો.આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ, નિષ્ણાતો અને ઉદ્યોગ સાહસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમની શરૂઆત પદુભાઈ રાયચુરા દ્વારા ઉદ્યોગ સાહસિકતા આજના સમયની જરૂરીયાત અને યુવાન ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ સ્થાપવા માટે પ્રેરિત કર્યા.

આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન રામદે મોઢવાડિયા દ્વારા પોરબંદરનાં ઉદ્યોગકારોને વર્તમાન બજારની જરૂરિયાતો સમજવા, નવા ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગ સાહસિકતા વિક્સાવવા માટે પોરબંદરનાં ઉદ્યોગકારોને પહેલ કરી અને પોરબંદરનાં વિકાસમાં ફાળો આપવા પ્રેરણા આપી.

કાર્યક્રમનાં અંતે ડી.આર.પરમાર, સંયુક્ત ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજરએ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા નવીન વિચારસરણીને પ્રોત્સાહન આપવા, વ્યાવસાયિક કુશળતા વધારવા પ્રોત્સાહન આપ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદર અને જીગરભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન રામદેભાઇ મોઢવાડિયા, જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર એસોસિએશન ધરમપુર, પોરબંદર અને પ્રમુખ લખનભાઈ મોઢવાડિયા, જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર એસોસિએશન ધરમપુર, પોરબંદર, પ્રખ્યાત લેખક અને જાણીતા ઉદ્યોગકાર પદુભાઇ રાયચુરા અને ધ પોરબંદર ડીસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સનાં જયેશભાઈ પતાની અને જતીનભાઈ હાથી અને વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ, નિષ્ણાતો અને ઉદ્યોગ સાહસિકોએ ઉપસ્થિતિ રહયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande