
બોટાદ, 19 માર્ચ (હિ.સ.) : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જેમનું આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ બદલ સન્માન થયેલ છે તેમજ ગરીબોના મસિહાનું જેમણે બિરુદ મેળવેલ છે એવા ડોક્ટર હડિયલની દિલ ચશ્પ કહાની આવી સામે.
ડોક્ટર ભગવાનનું બીજું રૂપ એ કહેવતને બોટાદ એસટી ડેપો ની બાજુમાં પાળીયાદ રોડ પરના ભાગ્યોદય કોમ્પલેક્ષમાં આવેલ નિરામય હોમિયો કેરના ખ્યાતનામ ડોક્ટર જીગ્નેશ હડિયલ દ્વારા ખરા અર્થમાં સાચી પાડવામાં આવી.મૂળ બુબાવાવ ગામના વાતની અને હાલમાં બોટાદ રહેતા દર્દી શ્રુતિબેન અરવિંદભાઈ ચામડીની જટિલ બીમારીનો શિકાર બન્યા. હીરા ઉધોગમાં કામ કરતા હોય અને આર્થિક મંદીના લીધે સારવાર અર્થે પૂરતા પૈસા પણ ન હોઈ જેથી પૂરતી સારવાર પણ કરાવી શકતા નહોતા. પૂરતી સારવારના અભાવે રોગ વકરતો જતો હતો અને ધીરે ધીરે પુરા શરીરમાં આગળ ફેલાતો જતો હતો. ગરીબ દર્દીઓને ભગવાનનું સ્વરૂપ માને છે એવા ડોક્ટર જીગ્નેશ દ્વારા તેમને સાવ ફ્રી માં જ સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું અને આજે 2 વર્ષના અંતે દર્દીને ચામડીની ગંભીર બીમારીમાંથી મુક્તિ મળતા રાહતનો શ્વાસ લીધેલ. દર્દીને પોતાની પરિસ્થિતિ ખરાબ હોય અને આટલા લાંબા સમય સુધી ફ્રીમાં સારવાર થતાં દર્દીએ ડોક્ટર જીગ્નેશને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા.
ડોક્ટરનું ક્લિનિક નાનું પરંતુ તેમનું દિલ દરિયા જેવું વિશાળ છે. ડૉ.હડિયલ કરુણા, નમ્રતા અને અતૂટ સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. સાદું જીવન જીવતા ડૉ.હડિયલનું લક્ષ્ય ક્યારેય પૈસા નથી તેમનો સૌથી મોટો પુરસ્કાર હંમેશા તેમણે જેમની સેવા કરી છે. તેમનો વિશ્વાસ, કૃતજ્ઞતા અને આશીર્વાદ છે. ઓપરેશન વગર પથરી કાઢવાના સાત વિશ્વ રેકોર્ડ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સન્માન સહિત અસંખ્ય પુરસ્કારોથી સન્માનિત ડૉ.હડિયલ માને છે કે સમાજનો પ્રેમ અને આદર એ જ તેમની સાચી સિદ્ધિ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT