મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે આજે 19 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરચ્યુલી અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્ય
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન.


પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે આજે 19 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરચ્યુલી અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ રૂ. 413.81 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા 46 જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ અર્પણ કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે રૂ. 320.59 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 17 કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂ. 93.22 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 29 કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના નાગરિકોને વિડીયો માધ્યમથી શુભકામના પાઠવી 'વિરાસત ભી, વિકાસ ભી' ના મંત્રને સાર્થક કરતા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શહેરી સુવિધાના સર્વાંગી કાર્યો સમગ્ર રાજ્યમાં તેજ ગતિએ કરવામાં આવી રહ્યા છે તે શૃંખલામાં આગળ વધતા પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે રૂ. 291 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સમગ્ર જિલ્લા માટે કુલ રૂ.414 કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ વિકાસ યાત્રામાં માત્ર ભૌતિક માળખું જ નહીં, પરંતુ 'સર્વોદય વન' અને 'મોકર સાગર વેટલેન્ડ' જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ઇકો-ટુરિઝમને પણ વેગ આપવાનો સરકારનો નિર્ધાર છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં RDSS યોજના હેઠળ રૂ.20 કરોડના ખર્ચે વીજ સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી છે અને યુવાનોના કૌશલ્ય વર્ધન માટે ITI માં નવા ભવનોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

સાંસ્કૃતિક દ્રષ્ટિએ પોરબંદરના મહત્વને ઉજાગર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી રામ નવમી થી શરૂ થતો માધવપુરનો મેળો એ માત્ર ઉત્સવ નથી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગ દ્વારા પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો અતૂટ સેતુ છે. પૂજ્ય ગાંધી બાપુની આ જન્મભૂમિ પર સ્વચ્છતા અને સેવાના મૂલ્યો સાથે વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર મક્કમ છે.

તેમણે જણાવ્યું હતું કે, સરકારના મજબૂત ફાઇનાન્સ મેનેજમેન્ટ દ્વારા વિકાસના કામો માટે સરકાર પાસે નાણાની કોઈ કમી નથી.મુખ્યમંત્રીએ લોકોને આ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને વિકસિત ગુજરાત માટે પોરબંદરને લીડ લેતુ મહાનગર બનાવવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ પોરબંદરમાં નવું સાંસ્કૃતિક વન બનવા જઈ રહ્યું છે તે સંદર્ભમાં જણાવ્યું હતું કે યોગાનું યોગ વન મંત્રી પણ પોરબંદરના છે અને તેમના સંકલનમાં થતા વન પર્યાવરણના તેમજ બરડા ડુંગર અને આ વિસ્તારના પર્યાવરણ લક્ષી વિકાસ કાર્યો થી આ જિલ્લાનો વિકાસ પર્યાવરણની સમતુલા સાથે આગળ વધશે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને સુદામા નગરી એવા પોરબંદરમાં ભવ્ય સાંસ્કૃતિક વિરાસત છે તેના મહત્વને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે શ્રેણીબદ્ધ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 2100 કરોડના કામો કર્યા છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

મંત્રીએ ખાસ નોંધ્યું હતું કે, પોરબંદર શહેરમાં આધુનિક સુવિધાઓ માટે માતબાર રકમ ફાળવવામાં આવી છે, જેમાં સ્ટ્રીટ લાઈટ માટે રૂ. 55 કરોડ, છાયા આઈકોનિક રોડ માટે રૂ. 16 કરોડ અને ઐતિહાસિક લાઈબ્રેરીના હેરિટેજ રિસ્ટોરેશન માટે રૂ. 5 કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લાના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આગામી બજેટમાં રૂ.100 કરોડના ખર્ચે 'રીજનલ સાયન્સ સેન્ટર'ની મંજૂરી આપવા બદલ તેમણે મુખ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જ્યારે પણ વિકાસ માટે જાઓ ત્યારે તેમણે સવાયું આપ્યું છે એમ કહીને તેઓએ રાજ્ય સરકારની વિકાસના કામો પ્રત્યેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. મંત્રીએ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાના પ્રયાસોથી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો અને રાજ્ય સરકારના ઘેડના વિકાસ પ્રોજેક્ટની રૂપરેખા પણ આપી હતી.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, બરડા અને ઘેડ વિસ્તારના અંતરિયાળ રસ્તાઓના નવીનીકરણ માટે પણ કરોડો રૂપિયાની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે, જે આગામી સમયમાં જિલ્લાની કનેક્ટિવિટીમાં મોટો સુધારો લાવશે. વન વિભાગ દ્વારા રૂ. 20 કરોડના ખર્ચે તૈયાર થનાર 'સર્વોદય વન' વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પોરબંદરને પર્યાવરણ અને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ અપાવશે. તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે તમામ વિકાસકામો ગુણવત્તાયુક્ત થાય તે માટે સરકાર સતર્ક છે અને પોરબંદરને એક મોડેલ જિલ્લો બનાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.

પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2001 થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી વિકાસની પ્રક્રિયા રાજ્ય સહિત આજે પોરબંદરમાં ભવ્ય પરિણામો લાવી રહી છે. તેમણે મેડિકલ કોલેજ, કૃષિ કોલેજ અને કાઉ સેન્ચ્યુરી જેવા મોટા પ્રકલ્પોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં 1000 કિલોમીટરથી વધુના રસ્તાઓનું જાળું બિછાવવામાં આવ્યું છે અને શહેરમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાઈપલાઈન સહિતના માળખાગત કાર્યો પ્રગતિમાં છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, પોરબંદર હવે કોર્પોરેશન બન્યું છે ત્યારે આગામી થોડા વર્ષોમાં શહેરનું કલેવર બદલાઈ જશે અને તે સોમનાથ-દ્વારકાની વચ્ચે પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લો છેલ્લા ઘણા વર્ષોથી વિકાસની વાટે અને પ્રગતિના પંથે સતત દોડી રહ્યો છે. તેમણે વહીવટી તંત્રની કામગીરીની વિગતો આપતા કહ્યું કે, નગરપાલિકા, આયોજન વિભાગ, અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ (DMF) જેવી વિવિધ યોજનાઓ હેઠળ સતત ગ્રાન્ટ મેળવીને લોકોની સુખાકારી માટે હોસ્પિટલ, શાળાઓ, આંગણવાડીઓ અને રોડ-રસ્તા જેવા પાયાના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે. કલેક્ટરએ ઉમેર્યું હતું કે, સોમનાથ અને દ્વારકાની વચ્ચે આવેલું પોરબંદર પ્રવાસન, ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહે તે દિશામાં સરકાર અને વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

કલેકટરએ નાગરિકો નાગરિકો માટે કામ કરવા માટે સતત કટિબધ્ધ રહેવા બદલ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના અગ્રણીઓ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર રેખાબા સરવૈયા, ડીસીએફ અરુણ કુમાર, ડીસીએફ ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રભારી ડૉ. વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, મહામંત્રી સર્વ પ્રવીણભાઈ ખોરવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગઠીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande