એનએફએસયુ ખાતે જાણીતા ગુજરાતી કવિ જવાહર બક્ષીએ 'વિજ્ઞાન અને ભારતીય જ્ઞાન પરંપરા' વિષય પર વિદ્યાર્થીઓને સંબોધ્યા
ગાંધીનગર, 19 માર્ચ (હિ.સ.) : જાણીતા ગુજરાતી કવિ અને સંશોધક જવાહર બક્ષીએ ''વિજ્ઞાન અને ભારતીય જ્ઞાન પરંપરા'' વિષય પર નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે તા.19 માર્ચ, 2026ના રોજ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. આ પ્રસંગે તેઓએ NFS
NFSU


ગાંધીનગર, 19 માર્ચ (હિ.સ.) : જાણીતા ગુજરાતી કવિ અને સંશોધક જવાહર બક્ષીએ 'વિજ્ઞાન અને ભારતીય જ્ઞાન પરંપરા' વિષય પર નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે તા.19 માર્ચ, 2026ના રોજ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. આ પ્રસંગે તેઓએ NFSUના વિવિધ સેન્ટર્સ ઓફ એક્સેલેન્સની પણ મુલાકાત લીધી હતી. 'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે. એમ. વ્યાસ, કુલપતિ-નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા તેઓનું સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જવાહર બક્ષીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ 'અમૃત એવોર્ડ'; 'કલાપી એવોર્ડ'; 'નર્મદ સુવર્ણચંદ્રક' સહિતના એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે. તેઓએ વૈજ્ઞાનિક દૃષ્ટિથી આધ્યાત્મિકતાને કેન્દ્રબિંદુમાં રાખીને 71 વર્ષની વયે ભક્ત કવિ નરસિંહ મહેતાના કાવ્ય ઉપર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.

જવાહર બક્ષીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરાને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, તે સમયની માગ છે. ભારત ઉપર અંગ્રેજોના શાસનકાળ દરમિયાન મેકોલેએ પ્રાચીન ભારતીય પરંપરાને હણવાનો જે પ્રયાસ કર્યો હતો, તેની સામે ભારતીય જ્ઞાન પરંપરાને આગળ વધારીને 'ભારતીય શાણપણ' (ઇન્ડિયન વિઝડમ)ને વિશ્વપટલ પર લાવવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નવા ભારતમાં થઈ રહ્યું છે.

જવાહર બક્ષીએ વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું કે ક્વોન્ટમ ફિઝિક્સ, ક્લાસિકલ ફિઝિક્સ અને ડીએનએ સાયન્સ ઋષિઓના વૈદિક જ્ઞાનના સિદ્ધાંતોની સત્યને પુરવાર કરી રહી છે. તેમણે અનેક દાખલા-દલીલ સાથે આ વાતનું સમર્થન કરીને વિદ્યાર્થીઓને જણાવ્યું કે વેદ-આયુર્વેદથી માંડી ઋષિઓના સામાજિક વિજ્ઞાનની આજે પુષ્ટિ થઈ રહી છે. 'વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા' સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે તો તેઓનો માત્ર ભૌતિક જ નહીં, સર્વાંગી વિકાસ થશે. ડીએનએના વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું કે જન્મોજન્મના સંસ્કારોનું સંચિત કર્મ છે, તે ડીએનએની સંપૂર્ણ માહિતીમાં છે, એ પડકારને સ્વીકારને તેમાં વધુ સંશોધન કરવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા; રિસર્ચ સ્કોલર્સ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande