પરંપરાગત ભરતકામને આધુનિક સ્પર્શ: સંજયભાઈ પરમારની સફળ સફર
મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) : મોરબીના વતની અને અમદાવાદના વસ્ત્રાલમાં વસતા સંજયભાઈ જગજીવનભાઈ પરમાર છેલ્લા 40 વર્ષથી ભરતકામ આધારિત બેગ અને પાઉચ બનાવવાનો વ્યવસાય સફળતાપૂર્વક કરી રહ્યા છે. ધોરણ 10 સુધીનો અભ્યાસ હોવા છતાં તેમણે પોતાની કળા અને મહેનતના બળે
પરંપરાગત ભરતકામને આધુનિક સ્પર્શ: સંજયભાઈ પરમારની સફળ સફર


પરંપરાગત ભરતકામને આધુનિક સ્પર્શ: સંજયભાઈ પરમારની સફળ સફર


મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) : મોરબીના વતની અને અમદાવાદના વસ્ત્રાલમાં વસતા સંજયભાઈ જગજીવનભાઈ પરમાર છેલ્લા 40 વર્ષથી ભરતકામ આધારિત બેગ અને પાઉચ બનાવવાનો વ્યવસાય સફળતાપૂર્વક કરી રહ્યા છે. ધોરણ 10 સુધીનો અભ્યાસ હોવા છતાં તેમણે પોતાની કળા અને મહેનતના બળે બજારમાં અલગ ઓળખ ઉભી કરી છે.

તેઓ પાઉચ, ક્લચ બેગ, પર્સ અને તોરણ બેગ સહિત 40 થી 50 પ્રકારની ડિઝાઇન બનાવે છે. પરંપરાગત ભરતકામને આધુનિક કોમ્પ્યુટર એમ્બ્રોડરી સાથે સંકલિત કરીને તેઓ ઝડપ અને ગુણવત્તા બંને જાળવે છે. ખાસ કરીને ટીવી સિરિયલોમાં દેખાતી ડિઝાઇનને અનુસરી બનાવેલા બેગને મહિલાઓમાં સારો પ્રતિસાદ મળે છે.

આ વ્યવસાયમાં તેમનો આખો પરિવાર જોડાયેલો છે, જેના કારણે ઘરઆધારિત રોજગારનું ઉત્તમ ઉદાહરણ ઉભું થયું છે. તેઓ વર્ષ દરમિયાન 5 થી 7 મેળાઓમાં ભાગ લે છે, જ્યાં એક મેળામાં 50,000 થી 60,000 રૂપિયા સુધીનું વેચાણ થાય છે. તેમના ઉત્પાદનોને એનઆરઆઈ ગ્રાહકો પણ પસંદ કરે છે, જેના કારણે વિદેશમાં પણ તેમની માંગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande