સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્રનાદ શંખનાદ તથા ડમરૂનાદનો વિશ્વ રેકોર્ડ સર્જાયો. સોમનાથ સ્વાભિમાન પર્વ તા 8/1/26 થી 11/1/26ના રોજ યોજાયું.
ગીર સોમનાથ, 20 માર્ચ (હિ.સ.) આ સ્વાભિમાન પર્વ નિમિત્તે 72 કલાકના અખંડ મંત્ર જાપ, શંખ નાદ તથા ડમરુ વાદન કાર્યક્રમ યોજાયો. તેમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા. આ સ્વાભિમાન પર્વના કેન્દ્રમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વે
સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્રનાદ શંખનાદ તથા ડમરૂનાદનો


ગીર સોમનાથ, 20 માર્ચ (હિ.સ.)

આ સ્વાભિમાન પર્વ નિમિત્તે 72 કલાકના અખંડ મંત્ર જાપ, શંખ નાદ તથા ડમરુ વાદન કાર્યક્રમ યોજાયો. તેમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા. આ સ્વાભિમાન પર્વના કેન્દ્રમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ તથા સમગ્ર ગુજરાતની સંલગ્ન સંસ્કૃત મહાવિદ્યાલયોના 2500થી વધુ રૂષિકુમારોએ ઓમકારનાદ, મંત્રજાપ, ડમરુ વાદન તથા શંખનાદ કર્યો. જેમાં ગુજરાતના તથા દેશના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આપણા રૂષિકુમારોને ખુબજ પ્રોત્સાહિત કર્યા. દેશના વડાપ્રધાન અત્રેના રૂષિકુમારોની સ્વાગત પરંપરાથી ખૂબજ પ્રભાવિત થયા. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણા, મિલિંદ તોરવણે, આલોક પાન્ડે વગેરે દ્વારા સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માટે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો અને વિશ્વ રેકોર્ડ માટેની પ્રક્રિયા કરવામાં આવી, જેમાં સફળતા મળી. આ સમગ્ર કાર્યક્રમનો વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયો છે. આ સફળતા માટે અત્રેની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ, કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા, સમગ્ર સ્ટાફ, ગુજરાતના સંસ્કૃત મહાવિદ્યાલયના મંડળના પદાધિકારી, તમામ આચાર્ય, અધ્યાપક, તથા રૂષિકુમારોને ગુજરાત સરકારે અભિનંદન પાઠવ્યા. આ સાથે સોમનાથ જીલ્લાના કલેકટર એન.વી. ઉપાધ્યાય, RAC આર. જી. આલ, સમગ્ર વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગની મહેનત તથા કર્મયોગીની ટીમને અભિનંદન પાઠવીએ છીએ.

ભારતીય સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાના કેન્દ્રમાં સોમનાથ મંદિર મુખ્ય સ્થાને છે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જેને માનવામાં આવે છે એ સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલાં જે લુંટ કરવામાં આવી હતી છતાં આ મંદિરની અખંડતા ની જ્યોત આજે પણ ઝળહળે છે. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાનના સ્વપ્ન સમાન સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી ની ગાથાઓ વિશ્વ રેકોર્ડ કરે છે. સોમનાથ સ્વાભિમાન પર્વ એ સમગ્ર ભારત વર્ષનું સ્વાભિમાન પર્વ છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને તેને સંલગ્ન મહાવિદ્યાલયો દિન પ્રતિદિન ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે સતત પ્રયત્નશીલ છે. આપણી જ્ઞાન પરંપરાઓમાં વેદોનું રક્ષણ ઉપનિષદોની માવજત તથા મહાભારત રામાયણ જેવા ઐતિહાસિક ગ્રંથોનું આ યુનિવર્સિટીમાં જતન કરવામાં આવે છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી આજે સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કે તરીકે સ્થાન પામે છે જેમાં મહાવિદ્યાલયોની શાસ્ત્ર પરંપરા ભાગવત ચિંતન સંસ્કૃતિનું રક્ષણ જેવી બાબતો પર ખૂબ ચિંતન થાય છે આ ચિંતન એ ભારતીય સંસ્કૃતિના રક્ષણની એક મિશાલ બને છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande