મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો.
ભાવનગર, 20 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ ઝનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ખાસ કરીને અન્ય જણસીની સરખામણીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ તેમજ સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે મહુવા
યાર્ડ


ભાવનગર, 20 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ ઝનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ખાસ કરીને અન્ય જણસીની સરખામણીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ તેમજ સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીના 34675 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 70 થી લઈને 171 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 26 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે . આ સાથે જ સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 275 રૂપિયા સુધી રહ્યો હતો 49587 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યો હતો.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 21 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં મગફળી ગીરનાર ના ભાવ 1250 થી લઈને 1351 રૂપિયા સુધી રહ્યા હતા.જ્યારે મગફળી 39 નો ભાવ 1050 રૂપિયાથી લઈને 1252 સુધી રહ્યો હતો જ્યારે મગફળી g20 નો ભાવ 1300 રૂપિયાથી લઈને 1660 રૂપિયા સુધી રહ્યો હતો આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 31980 નંગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું જેના ભાવ 550 રૂપિયાથી લઈને 2436 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે કપાસની 41 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 400 રૂપિયાથી લઈને 1435 રૂપિયા સુધી રહ્યા હતા.

આ સાથે જ આજે માર્કેટિંગ યાર્ડમાં 15 કટ્ટા તલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ સફેદ તલના ભાવ 1580 રૂપિયાથી લઈને 1785 રૂપિયા સુધી રહ્યો હતો. જ્યારે તલ પુરબિયા નો ભાવ 1765 રૂપિયાથી લઈને 1860 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે તુવેરના 23 કટાનું વેચાણ કરવામાં આવ્યું હતું તેના ભાવ 1365 રૂપિયાથી 1399 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે જીરૂના 9 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 3501 રૂપિયાથી લઈને 3890 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે ઘઉં ટુકડા ના 2255 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 421 રૂપિયાથી લઈને 611 રૂપિયા સુધી રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande