એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ, આજે 42 ફ્લાઇટ્સનું સંચાલન કરશે
નવી દિલ્હી, 21 માર્ચ (હિ.સ.). ટાટા ગ્રુપની આગેવાની હેઠળની એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ આજે (21 માર્ચ) પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં આવવા-જવા વળી કુલ 42 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. શનિવારે એક્સ-પોસ્ટ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં, એરલાઇન્સે જણાવ્યું
એર ઇન્ડિયા


નવી દિલ્હી, 21 માર્ચ (હિ.સ.). ટાટા ગ્રુપની આગેવાની હેઠળની એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ આજે (21 માર્ચ) પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં આવવા-જવા વળી કુલ 42 ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

શનિવારે એક્સ-પોસ્ટ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં, એરલાઇન્સે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 21 માર્ચે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં આવવા-જવા વાળી કુલ 42 શેડ્યૂલ્ડ અને નોન-શેડ્યૂલ્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. વધુમાં એરલાઇન્સે જણાવ્યું હતું કે, તેઓ જેદ્દાહ અને મસ્કત માટે તેમની ફ્લાઇટ્સ ચાલુ રાખશે. જો કે, આ પ્રદેશના કેટલાક રૂટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત રહેશે.

એરલાઇન્સ અનુસાર, બંને એરલાઇન્સ મળીને ભારત અને જેદ્દાહ વચ્ચે કુલ 16 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. આમાં દિલ્હી અને મુંબઈથી એર ઇન્ડિયાની રીટર્ન ફ્લાઇટ્સ અને હૈદરાબાદથી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનો સમાવેશ થાય છે. વધુમાં, એર ઇન્ડિયા દિલ્હી, કોચી, કોઝિકોડ અને મુંબઈથી મસ્કત માટે આઠ શેડ્યૂલ્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ, એરલાઇન્સને ગલ્ફ ક્ષેત્રમાં ચોક્કસ હવાઈ ક્ષેત્ર ટાળવાની સલાહ આપી છે. તેણે એરલાઇન્સને તેમના સુરક્ષા મૂલ્યાંકનના ભાગ રૂપે કટોકટીના પગલાં તૈયાર કરવા પણ કહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande