માં ચંદ્રઘંટાના મહિમા પર પ્રધાનમંત્રીનો સંસ્કૃત સંદેશ, દેશવાસીઓ માટે સુખાકારી ની કામના કરી
નવી દિલ્હી, 21 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે માં ચંદ્રઘંટાની આરાધના કરતા, એક સંસ્કૃત શ્લોક શેર કર્યો અને દેશવાસીઓ માટે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની કામના કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરના પોતાના સંદેશમાં, પ્રધાનમંત્રીએ મા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 21 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે માં ચંદ્રઘંટાની આરાધના કરતા, એક સંસ્કૃત શ્લોક શેર કર્યો અને દેશવાસીઓ માટે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની કામના કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરના પોતાના સંદેશમાં, પ્રધાનમંત્રીએ માં ચંદ્રઘંટાને નમન કરતા લખ્યું કે, માં દરેકને શક્તિ, સમૃદ્ધિ અને સુખી જીવનનો આશીર્વાદ આપે. તેમણે દેવીના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરતો એક સંસ્કૃત શ્લોક પણ શેર કર્યો:

“पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता॥”

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, સિંહ પર સવાર અને વિવિધ શસ્ત્રોથી સજ્જ માં ચંદ્રઘંટા, તેમના ભક્તોના દુઃખને દૂર કરે છે અને તેમને હિંમત અને શક્તિ આપે છે. તેમણે પ્રાર્થના કરી કે, માતાની કૃપાથી, દરેકનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે.

હિન્દુસ્થાન સમાચાર/માધવી ત્રિપાઠી/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande