એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ સાત કલાક હવામાં રહ્યા પછી દિલ્હી પરત ફરી
નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.). ટાટાની આગેવાની હેઠળની એર ઇન્ડિયાના એ-350 વિમાનમાં વધુ એક ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે લંડનના હીથ્રો એરપોર્ટ પર જતી ફ્લાઇટ એઆઈ-111 ને સાવચેતી રૂપે મધ્ય રસ્તાથી દિલ્હી પરત ફરવાની ફરજ પડી છે. તેમાં સવાર તમામ મુસાફરો સુ
એર ઇન્ડિયા


નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.). ટાટાની આગેવાની હેઠળની એર ઇન્ડિયાના એ-350 વિમાનમાં વધુ એક ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે લંડનના હીથ્રો એરપોર્ટ પર જતી ફ્લાઇટ એઆઈ-111 ને સાવચેતી રૂપે મધ્ય રસ્તાથી દિલ્હી પરત ફરવાની ફરજ પડી છે. તેમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, લંડન જતી એર ઇન્ડિયાના એ-350 વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ટેકઓફ થયાના લગભગ સાત કલાક પછી, વિમાને સાવચેતી રૂપે મધ્ય રસ્તાથી પાછા ફરવાનો નિર્ણય લીધો અને સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું. તેમણે કહ્યું કે, મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા, વિમાનનું વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને સમગ્ર પ્રક્રિયા સલામતી પ્રોટોકોલ અનુસાર હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande