પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભૂકંપ, લોકો ગભરાઈને ઘર છોડીને ભાગ્યા
ઈસ્લામાબાદ, 27 માર્ચ (હિ.સ.): પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ગુરુવારે રાત્રે ઝોબ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 હતી. આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો. રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો, પોતાના ઘરોમાંથી લોકો બહાર
ભૂકંપ


ઈસ્લામાબાદ, 27 માર્ચ (હિ.સ.): પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ગુરુવારે રાત્રે ઝોબ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 હતી. આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો. રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો, પોતાના ઘરોમાંથી લોકો બહાર નીકળી ગયા અને કુરાનની આયતો વાંચવા લાગ્યા. ઝોબના કોઈપણ ભાગમાં કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

દુનિયા ન્યૂઝ અનુસાર, ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ કેન્દ્રે જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર ઝોબથી 110 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 12 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. સ્થાનિક અધિકારીઓ અને બચાવ એજન્સીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

ગુરુવારે સવારે બલુચિસ્તાનમાં એક જોરદાર ભૂકંપ આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 હતી. ભૂકંપનું કેન્દ્ર બલુચિસ્તાનના બરખાનથી આશરે 55 કિલોમીટર ઉત્તરમાં હતું અને તેની ઊંડાઈ સપાટીથી આશરે 92 કિલોમીટર નીચે નોંધાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande