
પેરિસ, નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.). ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, ફ્રાન્સમાં જી-7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે વૈશ્વિક શાસન સુધારણા વિષય પર સત્રને સંબોધિત કર્યું હતું. ભારત જી-7નું સભ્ય ન હોવા છતાં, આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ફ્રાન્સે ભારતને આમંત્રણ આપ્યું હતું. જયશંકર ગઈકાલે ફ્રાન્સના આમંત્રણ પર રવાના થયા હતા. આ બેઠક રાજધાની પેરિસ નજીક વોક્સ-ડી-સેર્ને એબી ખાતે યોજાઈ રહી છે.
જયશંકરે, એક્સ પોસ્ટ પર બેઠકના કેટલાક ફોટા અને તેમની ભાગીદારી પર એક નોંધ પોસ્ટ કરી, જી7 વિદેશ મંત્રીઓની બેઠક સત્રમાં, મેં આમંત્રિત ભાગીદારો સાથે વૈશ્વિક શાસન સુધારા અંગે ચર્ચા કરી. મેં યુએનએસસી માં સુધારા, શાંતિ જાળવણી કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને માનવતાવાદી પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવાની તાકીદ પર ભાર મૂક્યો. ખાસ કરીને, મેં ગ્લોબલ સાઉથના ઉર્જા પડકારો, ખાતર પુરવઠો અને ખાદ્ય સુરક્ષા સંબંધિત ચિંતાઓ ઉઠાવી હતી.'' ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ પહોંચ્યા બાદ જયશંકરનું, ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બૈરોટ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ