


અંબાજી, 29 માર્ચ (હિ.સ.) શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા રાજ્ય કક્ષાનું અભિવાદન અને સ્નેહ મહા સંમેલન યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ દીપ પ્રગટાવીને કર્યું હતું. આ સંમેલનમાં રાજ્યભરના ૧૭૦૦થી વધુ રેશન ડીલરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પ્રદેશ પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ રેશન ડીલરોના કમિશનમાં વધારો કરવા અને ડીલરના પરિવારના સભ્યોને પણ વારસાઈ હક આપવા અંગે આક્રમક રજૂઆત કરી હતી. પ્રહલાદ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ડીલરોના કુલ 20 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોનો સરકાર દ્વારા નિકાલ લાવવામાં આવ્યો છે, જ્યારે બાકીના 9 પ્રશ્નો માટે હાલ સરકાર સાથે સકારાત્મક વાટાઘાટો ચાલી રહ્યા હોવાનું પ્રહલાદ ભાઈ મોદી (પ્રદેશ પ્રમુખ, ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એ જણાવ્યું હતું બીજી તરફ, રેશન ડીલરોના પ્રશ્નો સાંભળ્યા બાદ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ ખાતરી આપી હતી કે બાકી રહેલા તમામ પ્રશ્નોનો ટૂંક સમયમાં સુખદ અંત લાવવામાં આવશે. આ પ્રસંગે તેમણે વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ પર પણ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી રાજ્યની જનતાએ ગભરાવાની કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. આમ, અંબાજી ખાતે યોજાયેલું આ સંમેલન રેશન ડીલરોની માંગણીઓ અને સરકારના આશ્વાસન રમણ ભાઈ સોલંકી (કેબિનેટ મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગએ આપ્યું હતું જોકે આ પ્રસંગે રાજ્યભરમાંથી 1700 ઉપરાંત રાસન્ડરો ડીલરો ઉપસ્થિત રહ્યા હતા અને જે સરકારે રાશનના વિતરણ બાબતે જે કમિશનની જાહેરાત કરી છે તેનાથી આ સંતોષ વ્યક્ત કર્યો હતો અને સાથે વધુ કમિશન આપવા માટેની માંગ કરાઈ હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ