
જામનગર, 29 માર્ચ (હિ.સ.) : જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં લૂંટ, હત્યા જેવા ગંભીર ગુન્હાને અંજામ આપ્યા બાદ પોલીસ પકડથી દૂર રહેલા વોન્ટેડ આરોપીઓ આ.એ રાજકોટ રેન્જ આઈજી દ્વારા ઇનામ જાહેર કરાયા છે. જેમાં બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં વર્ષ 2024માં એક બાળકીની હત્યા થઈ હતી. પાડોશમાં જ રહેતા લાલજી કૈલાશભાઈ પંડયા નામના 60 વર્ષના ટ્રક ચાલક આરોપીએ બાળકી પર છરી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી. જે આરોપી હજુ સુધી ફરાર હોવાથી તેના નામે 10 હજારનું ઇનામ રખાયું છે.
ઉપરાંત હત્યાના આસુતોષ શીવધરન ત્રીપાઠી (ઉત્તરપ્રદેશ), આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી (ઉતરપ્રદેશ) અને મહેન્દ્ર કૃષ્ણબલદેવ તીવારી (ઉતરપ્રદેશ) ના નામે 5 હજાર ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મના ગુન્હામાં વોન્ટેડ આરોપી કૈલાસ રામસિંગ અજનાર, લૂંટના ગુનામાં સંડોવાયેલા વસના ભુરા સરૂપા, તથા બ્લુ માનસિંગ બિલવાવ નામના આરોપીઓનાં નામે ઇનામ જાહેર કરાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt