



ગાંધીનગર, 29 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ – ૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ૩૫ તબીબી સંસ્થાઓ અને તબીબોને કુલ ૧૬ વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બે વિશેષ સન્માન પણ કરવામાં આવ્યા હતા.
1. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૦૦૦ કરતાં વધુ અંગદાન નોંધાવા બદલ સમગ્ર ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
2. ડો. ગણેશ બારીયા નામના મેડિકલ વિદ્યાર્થીને ઓછી ઊંચાઈના કારણે ડોક્ટર તરીકે કાર્ય કરવાની મંજૂરી ન મળતા, છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી તેમને ન્યાય અપાવવા બદલ ડો. દલપતભાઈ કટારિયા (ભાવનગર)નું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના જાણીતા તબીબો, વિવિધ તબીબી સંસ્થાઓના વડાઓ, શુભેચ્છકો તથા ટ્રસ્ટના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ