ડુમસ સી-ફેસ પર વિશાળ સફાઈ અભિયાન: હજારો નાગરિકોએ મળીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
સુરત, 29 માર્ચ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાએ રવિવારે સવારે ડુમસ સી-ફેસ ખાતે વિશાળ સ્તરે સ્વચ્છતા અભિયાન યોજ્યું, જેમાં નવનિર્મિત આ પર્યટન સ્થળને વધુ સ્વચ્છ અને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. છેલ્લા થોડા સમયમાં લોકપ્રિય બનેલા આ સ્થળે ખાસ કરીને
Surat


સુરત, 29 માર્ચ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાએ રવિવારે સવારે ડુમસ સી-ફેસ ખાતે વિશાળ સ્તરે સ્વચ્છતા અભિયાન યોજ્યું, જેમાં નવનિર્મિત આ પર્યટન સ્થળને વધુ સ્વચ્છ અને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. છેલ્લા થોડા સમયમાં લોકપ્રિય બનેલા આ સ્થળે ખાસ કરીને વીકેન્ડ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ પહેલ હાથ ધરાઈ હતી.

આ અભિયાનમાં લગભગ 4000થી વધુ નાગરિકો, વિવિધ એનજીઓના સ્વયંસેવકો અને સોશિયલ મીડિયા ક્રિએટર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન અને પૂર્વ મેયર દક્ષેશ માવાણી સહિતના આગેવાનો પણ જાતે કચરો ઉપાડી લોકોને પ્રેરણા આપી હતી. તમામે મળીને સ્થળને સ્વચ્છ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમનો એક મહત્વનો ઉદ્દેશ ડિજિટલ માધ્યમ દ્વારા સ્વચ્છતાનો સંદેશ ઘેરઘેર પહોંચાડવાનો હતો. ક્રિએટર્સ દ્વારા લોકોમાં કચરાને ભીનો અને સુકો એમ અલગ કરવાની સમજણ વધારવા પ્રયત્ન થયો. આ અભિગમથી પર્યાવરણ સંરક્ષણ સાથે સાથે રિસાયક્લિંગ અને આર્થિક લાભની સંભાવનાઓ પણ વધે છે.

શ્રમદાન દરમિયાન અંદાજે 212 કિલો જેટલો કચરો એકત્રિત કરવામાં આવ્યો, જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિક બોટલો, પેકેટ્સ અને અન્ય કચરાનો સમાવેશ થતો હતો. અધિકારીઓએ નાગરિકોને ગંદકી ન ફેલાવવા, ડસ્ટબિનનો ઉપયોગ કરવા અને સ્વચ્છતા જાળવવા માટે ખાસ અપીલ કરી

હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande