ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હેમસ્ટ્રિંગની ઇજાથી બહાર, અલ નાસરે, મેડિકલ અપડેટ જાહેર કર્યું
રિયાદ,નવી દિલ્હી,04 માર્ચ (હિ.સ.) પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હેમસ્ટ્રિંગની ઇજાથી બહાર થઈ ગયા છે. તેમના ક્લબ, અલ નાસરે મંગળવારે રાત્રે સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરી. પાંચ વખતના બેલોન ડી''ઓર વિજેતા
રોનાલ્ડો


રિયાદ,નવી દિલ્હી,04 માર્ચ (હિ.સ.)

પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હેમસ્ટ્રિંગની ઇજાથી બહાર થઈ ગયા

છે. તેમના ક્લબ, અલ નાસરે

મંગળવારે રાત્રે સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરી.

પાંચ વખતના બેલોન ડી'ઓર વિજેતા રોનાલ્ડોને, શનિવારે અલ ફઈહા સામે 3-1થી જીત દરમિયાન

ઈજા થઈ હતી. જોકે, ક્લબે સ્પષ્ટ

કર્યું નથી કે, 41 વર્ષીય સ્ટાર

ખેલાડી કેટલા સમય સુધી બહાર રહેશે.

અલ નાસરે એક નિવેદનમાં કહ્યું, તેણે પુનર્વસન

કાર્યક્રમ શરૂ કર્યો છે અને તેની સ્થિતિનું દૈનિક મૂલ્યાંકન કરવામાં આવશે.

ક્લબે એ પણ સ્પષ્ટ કર્યું નથી કે,” ઈજા સ્નાયુઓમાં ખેંચાણ

હતી કે ફાટી જવાથી. ટીમના કોચ જોર્જ જીસસે અલ ફયહા મેચ પછી સંકેત આપ્યો હતો કે, તે

સ્નાયુ થાક હોઈ શકે છે.”

મંગળવારે ક્લબના સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલા ફોટામાં

રોનાલ્ડો ટીમના જીમમાં વજન તાલીમ લેતા દર્શાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે,

તે નિકટવર્તી વાપસી માટે સખત મહેનત કરી રહ્યો છે.

પાંચ વખતનો યુઈએફએચેમ્પિયન્સ લીગ વિજેતા રોનાલ્ડો આ વર્ષે, 2026ના ફિફા વર્લ્ડ કપ માટે

તૈયારી કરી રહ્યો છે, જેનું આયોજન

યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને

કેનેડા સંયુક્ત રીતે કરશે. આ તેની કારકિર્દીનો છઠ્ઠો વર્લ્ડ કપ હશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande