ગલ્ફ વોરની અસર: દાનિલ મેદવેદેવ અને આન્દ્રે રુબલેવ ઇન્ડિયન વેલ્સ પ્રદર્શન મેચમાંથી બહાર
ઇન્ડિયન વેલ્સ (કેલિફોર્નિયા), નવી દિલ્હી, 04 માર્ચ (હિ.સ.) ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે, ગલ્ફ ક્ષેત્રમાં હવાઈ માર્ગો બંધ થવા અને ફ્લાઇટ રદ થવાથી આંતરરાષ્ટ્રીય ટેનિસ પર અસર પડી છે. રશિયન ખેલાડીઓ દાનિલ મેદવેદેવ અને આન્દ્રે
મેચ


ઇન્ડિયન વેલ્સ (કેલિફોર્નિયા), નવી દિલ્હી, 04 માર્ચ (હિ.સ.) ઈરાનમાં ચાલી

રહેલા સંઘર્ષને કારણે, ગલ્ફ ક્ષેત્રમાં હવાઈ માર્ગો બંધ થવા અને ફ્લાઇટ રદ થવાથી

આંતરરાષ્ટ્રીય ટેનિસ પર અસર પડી છે. રશિયન ખેલાડીઓ દાનિલ મેદવેદેવ અને આન્દ્રે

રુબલેવ, સમયસર ઇન્ડિયન વેલ્સ પહોંચી શક્યા ન હતા, જેના કારણે તેઓ મંગળવાર રાત્રિના પ્રદર્શન

મેચમાં ભાગ લઈ શક્યા ન હતા.

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હવાઈ હુમલા બાદ, ગલ્ફ ક્ષેત્રના

ઘણા ભાગોમાં એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રમતગમતની મુસાફરીમાં વિક્ષેપ

પડ્યો છે.

આઈઝનહોવર કપમાં, ભાગ લેવાનું સુનિશ્ચિત થયેલ હતું

શનિવારે વોકઓવર દ્વારા દુબઈ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર

ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 મેદવેદેવ, આઈઝનહોવર કપમાં

એક રાત્રિના 'ટાઈ-બ્રેક ટેન્સ' ડબલ્સ ઇવેન્ટમાં

દેશબંધુ મીરા એન્ડ્રીવા સાથે રમવાના હતા.

રુબલેવ અમેરિકન ખેલાડી અમાન્ડા અનિસિમોવા સાથે ભાગીદારી

કરવાના હતા. આ પ્રદર્શન મેચ ઇન્ડિયન વેલ્સ ઓપનના મુખ્ય ડ્રો પહેલા યોજાઈ રહી છે.

આયોજકોના જણાવ્યા મુજબ,”અમેરિકન લેર્નર ટિએન રુબલેવનું સ્થાન લેશે, અને કઝાકિસ્તાનના

એલેક્ઝાન્ડર બુબલિકે મેદવેદેવનું સ્થાન લેશે.

મેદવેદેવ (11મા ક્રમાંકિત) અને રુબલેવ (17મા ક્રમાંકિત)

બંને શુક્રવારે તેમની શરૂઆતની સિંગલ્સ મેચ રમવાના છે.

યુએઈમાં ટુર્નામેન્ટ રદ

આ સંઘર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં એટીપીચેલેન્જર

ટુર્નામેન્ટને પણ અસર કરી,

જેને સુરક્ષા

ચેતવણીને પગલે અચાનક અટકાવી અને રદ કરવી પડી. ખેલાડીઓ અને સ્ટાફને કોર્ટ છોડીને

સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું.

પીટીપીએદ્વારા ખર્ચમાં વધારો

ખેલાડીઓની સંસ્થા, પ્રોફેશનલ ટેનિસ પ્લેયર્સ એસોસિએશન (પીટીપીએ) એ જણાવ્યું હતું

કે,” એટીપી ટૂર, ખેલાડીઓને દેશ છોડવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટનો વિકલ્પ આપી રહી છે, જે પ્રતિ વ્યક્તિ

5,૦૦૦ યુરોનો ખર્ચ આપી

રહી છે.”

પીટીપીએએ જાહેરાત કરી કે,” તે આ ખર્ચનો અડધો ભાગ આવરી લેશે અને એટીપી

ટૂરને બાકીના અડધા ભાગને આવરી લેવા કહ્યું.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે આ પગલું એટલા

માટે લઈ રહ્યા છીએ કે કોઈ પણ ખેલાડીને તેમની સલામતી અને નાણાકીય સ્થિરતા વચ્ચે

પસંદગી કરવાની ફરજ ન પડે.

કોકો ગૌફના કોચ ફસાયા

અમેરિકન સ્ટાર કોકો ગૌફે ખુલાસો કર્યો કે,” તેના કોચ, ગેવિન મેકમિલન, પણ મધ્ય પૂર્વમાં

ફસાયેલા છે.” ગૌફે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, તે હાલમાં ત્યાં ફસાયેલા છે. મને ખબર નથી કે,

તે ક્યારે જઈ શકશે. અમે ફક્ત ઇચ્છીએ છીએ કે તે સુરક્ષિત રહે.

ઇન્ડિયન વેલ્સના ડિફેન્ડિંગ ચેમ્પિયન જેક ડ્રેપરે

પરિસ્થિતિને અત્યંત ચિંતાજનક ગણાવી.” તેમણે કહ્યું, હું ગયા અઠવાડિયે

દુબઈમાં હતો અને કદાચ છેલ્લી ફ્લાઇટ્સમાંથી એકમાં ગયો હતો. સૌથી મહત્વની વાત એ છે

કે, બધા ખેલાડીઓ અને સ્ટાફ સુરક્ષિત રહે.

યુદ્ધ જેવી પરિસ્થિતિએ આંતરરાષ્ટ્રીય ટેનિસ કેલેન્ડરને અસર

કરી છે, અને ખેલાડીઓની

સલામતી ટોચની પ્રાથમિકતા રહે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande