
નવી દિલ્હી, 6 માર્ચ (હિ.સ): કોંગ્રેસે અમેરિકન વિત્ત મંત્રી સ્કોટ બેસન્ટના ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની અસ્થાયી મુક્તિ આપવાના નિવેદનની નિંદા કરી છે.
કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ, શુક્રવારે પાર્ટી મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા અને ઇઝરાયલના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અને સરકારની વિદેશ નીતિ હવે સ્વતંત્ર નથી. ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી તેલ ખરીદવાની અમેરિકાની પરવાનગી મળી છે.
ખેડાએ કહ્યું કે, જ્યારે રશિયા ભારતને તેલ સપ્લાય કરવા તૈયાર હતું, ત્યારે મોદી સરકારે કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ અમેરિકાની પરવાનગી મળ્યા પછી જ સરકારે કાર્યવાહી કરી હતી. અમેરિકાએ ભારતને મુક્તિ આપી છે. જોકે મુક્તિ ફક્ત ત્યાં જ આપવામાં આવે છે, જ્યાં પ્રતિબંધો લાગુ હોય. વેપાર કરાર પર હજુ સુધી હસ્તાક્ષર પણ થયા નથી, પરંતુ સરકાર પહેલાથી જ અમેરિકી શરતો સામે ઝૂકી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ