શંખેશ્વર જૈનતીર્થમાં સાધ્વી સિદ્ધપૂર્ણાશ્રીજી મ.સા. 80 વર્ષની વયે કાળધર્મ પામ્યા, પાલખી યાત્રામાં ભાવિકો ઉમટ્યા
પાટણ, 07 માર્ચ (હિ.સ.)શંખેશ્વર જૈનતીર્થ ખાતે સાધ્વી સિદ્ધપૂર્ણાશ્રીજી મ.સા. શુક્રવારે 80 વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેમના નિધન બાદ શનિવારે સવારે 9 વાગ્યે 108 જિનાલયથી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
શંખેશ્વર જૈનતીર્થમાં સાધ્વી સિદ્ધપૂર્ણાશ્રીજી મ.સા. 80 વર્ષની વયે કાળધર્મ પામ્યા , પાલખી યાત્રામાં ભાવિકો ઉમટ્યા


પાટણ, 07 માર્ચ (હિ.સ.)શંખેશ્વર જૈનતીર્થ ખાતે સાધ્વી સિદ્ધપૂર્ણાશ્રીજી મ.સા. શુક્રવારે 80 વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેમના નિધન બાદ શનિવારે સવારે 9 વાગ્યે 108 જિનાલયથી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. યાત્રા બાદ તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સાધ્વી સિદ્ધપૂર્ણાશ્રીજી મ.સા. બનાસકાંઠા જિલ્લાના ઉણ ગામના વતની હતા. તેમણે લગભગ 55 વર્ષ પહેલા પૂજ્ય આચાર્યદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા ગ્રહણ કરી સંયમ જીવન અપનાવ્યું હતું.

રાષ્ટ્રીય સંત જ્યોતિષાચાર્ય ડૉ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે સાધ્વીજી ધર્મ અને જીવદયા પ્રત્યે અતિ પ્રેમાળ હતા. તેમણે અનેક તપસ્યાઓ કરીને સંયમમય જીવન જીવ્યું હતું. પાલખી યાત્રા અને અંતિમ વિધિનું આયોજન શંખેશ્વર વૈયાવચ ખાતા દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande