સિદ્ધપુર હાઈવે અકસ્માતમાં યુવાનનું મોત, પોણા ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ
પાટણ, 08 માર્ચ (હિ.સ.)સિદ્ધપુર હાઈવે પર ભગવતી હોટલ નજીક થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. આ બનાવ પોણા ત્રણ મહિના પહેલાં બન્યો હતો, પરંતુ પરિવારજનોએ આઘાતને કારણે ત્યારે ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. બાદમાં વકીલની સલાહથી અજાણ્યા વાહનચાલક સામે
સિદ્ધપુર હાઈવે અકસ્માતમાં યુવાનનું મોત, પોણા ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ


પાટણ, 08 માર્ચ (હિ.સ.)સિદ્ધપુર હાઈવે પર ભગવતી હોટલ નજીક થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. આ બનાવ પોણા ત્રણ મહિના પહેલાં બન્યો હતો, પરંતુ પરિવારજનોએ આઘાતને કારણે ત્યારે ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. બાદમાં વકીલની સલાહથી અજાણ્યા વાહનચાલક સામે 6 માર્ચ, 2026ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મૂળ કડીના ચાલાસણ અને હાલ અમદાવાદ રહેતા મુકેશભાઈ શંકરભાઈ સોલંકી સિદ્ધપુર હાઈવે પર આવેલી ભગવતી ઢાબામાં નોકરી કરતા હતા. 10 ડિસેમ્બર, 2025ની રાત્રે તેઓ હોટલથી નીકળીને સર્વિસ રોડ ક્રોસ કરી હાઈવે પાર કરી રહ્યા હતા ત્યારે સિદ્ધપુરથી દેથળી ચોકડી તરફથી અમદાવાદ તરફ જતા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી.

અકસ્માતમાં મુકેશભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને પ્રથમ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માથામાં હેમરેજ થતાં તેઓ કોમામાં સરી પડ્યા હતા અને 13 ડિસેમ્બર, 2025ના રોજ તેમનું મોત થયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande