

પાટણ, 08 માર્ચ (હિ.સ.)સિદ્ધપુર ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત સરસ્વતી શિશુ મંદિરનો પાંચમો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બોલતા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્રભાવનાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન લોક કલ્યાણ ટ્રસ્ટ અને વિવેકાનંદ મંડળ સિદ્ધપુર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસંગે અનિતાબેન પટેલ, સંજયભાઈ શુકલ, સોનલબેન ઠાકર, નામિકભાઈ ભટ્ટ, વસંતભાઈ પટેલ, મિત્તલબેન વ્યાસ, રમેશભાઈ જોશી, સુત્પ્રેશભાઈ દવે, વિષ્ણુભાઈ પટેલ, કૌશલભાઈ જોશી સહિત અનેક આગેવાનો, શિક્ષકગણ, વાલીઓ અને નગરજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ