વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી ફુગાવા પર નોંધપાત્ર અસર થવાની શક્યતા ઓછી : સીતારમણ
નવી દિલ્હી, 9 માર્ચ (હિ.સ.): કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી ફુગાવા પર નોંધપાત્ર અસર થવાની શક્યતા ઓછી છે, કારણ કે દેશમાં ફુગાવો પહેલાથી જ તેના સૌથી નીચા સ્તરની નજીક છે. લોકસભ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ


નવી દિલ્હી, 9 માર્ચ (હિ.સ.): કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી ફુગાવા પર નોંધપાત્ર અસર થવાની શક્યતા ઓછી છે, કારણ કે દેશમાં ફુગાવો પહેલાથી જ તેના સૌથી નીચા સ્તરની નજીક છે.

લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના અંતથી 2 માર્ચ સુધીમાં ક્રૂડ ઓઇલ (ભારતીય બાસ્કેટ) ની કિંમત 69.01 અમેરિકન ડોલર પ્રતિ બેરલથી વધીને 80.16 અમેરિકન ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. ભારતમાં ફુગાવો તેના સૌથી નીચા સ્તરની નજીક હોવાથી, ફુગાવા પર તેની અસર હાલમાં નોંધપાત્ર માનવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું હતું કે, જોકે, ફુગાવા પર વધતા વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવની મધ્યમ ગાળાની અસર ઘણા પરિબળો પર આધારિત છે, જેમાં વિનિમય દરમાં વધઘટ, વૈશ્વિક માંગ અને પુરવઠાની સ્થિતિ, ગ્રાહકોને નાણાકીય નીતિના લાભોનું ટ્રાન્સમિશન, સામાન્ય ફુગાવાની સ્થિતિ અને પરોક્ષ અસરની હદનો સમાવેશ થાય છે.

લોકસભાને પૂછવામાં આવ્યું હતું કે, શું સરકારે દેશમાં ફુગાવા પર વધતા વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવની અસરની સમીક્ષા કરી છે. આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંકના ઓક્ટોબર 2025 ના નાણાકીય નીતિ અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે જો ક્રૂડ ઓઇલના ભાવ બેઝલાઇન અંદાજ કરતા 10% વધુ હોય અને સ્થાનિક ભાવો પર તેની સંપૂર્ણ અસર પડે, તો ફુગાવો 0.3% વધી શકે છે.

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વચ્ચે આજે ફ્યુચર્સ ટ્રેડિંગમાં ક્રૂડ ઓઇલના ભાવ 26% થી વધુ વધીને 114.29 ડોલર (રૂ. 10,549) પ્રતિ બેરલના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande